દિલ્હીથી સુરત આવવું સહેલું પણ એરપોર્ટથી પોતાના ઘરે આવવું અઘરૂં છે

PC: Veethi.com

એરપોર્ટ પર નવા ડિરેક્ટર તરીકે અમન સૈનીએ કાર્યભાર સંભાળ્યાે એવું જ સુરત એરપાેર્ટ એક્શન કમિટી (સાક) 10 મુદ્દાઆેની રજૂઆત કરવા પહાેંચી ગયું હતું. શુભેચ્છા મુલાકાત સાથે જ સૈનીને આવેદન પત્ર આપી વર્ષો જૂના પ્રશ્નો અંગે ધ્યાન દાેર્યું હતુ અને ટર્મિનલ બિલ્ડીંગથી લઈને ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા સહિતનું રિમાઈન્ડર આપ્યું હતું. આ અંગે ડિરેક્ટર અમન સૈનીએ પણ માંગણીઓનું નિરાકરણ વહેલી તકે આવે તે દિશામાં કામ કરવાની ખાત્રી આપી હાેવાનું સાકએ જણાવ્યું છે.

સુરત એરપોર્ટ એકશન કમિટીએ રજૂ કરેલા મુદ્દા.....

૧. ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂર્ણ કરવાની તારીખ અને ઉદ્ધઘાટનની તારીખો અગાઉથી જાહેર કરવી.

૨. સિવીલ કામ પૂર્ણ થયેલ કાર્ગો ટર્મિનલમાં જરૂરી ઇલેકટ્રિફિકેશન, લોકર,સી.સી.ટી.વી અને ફ્રીઝીંગ માટેની જરૂરી કાર્યવાહી જલ્દીતકે પૂર્ણ કરાે

૩. નવા ટર્મિનલ બિલ્ડીંગ માં ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ અને જરૂરી સુશોભન કારવા માટે પણ રજૂઆત કરવામાં આવી.

૪. સુરત એરપોર્ટ પર સી.આઇ.એસ.એફ સિક્યુરિટી માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવાની તૈયારી બતાવાય છે. એરપોર્ટ ઑથોરિટી દ્વારા આ વિષયમાં જરૂરી ફોલાેઅપ લેવાય.

૫. રનવેના અવરોધ એવા ઓ.એન.જી.સી. પાઇપ લાઈન ઉપર બોક્સ કલવર્ટ અથવા પાઇપ લાઇન એરપોર્ટની જમીનમાંથી ખસેડવા માટેની કામગીરી ઝડપી કરાય.

૬. સુરત રનવે 3810 મીટર સુધી લંબાવવા માટે જરૂરી એવી 63 હેક્ટર જમીન સંપાદન જલ્દી કરાય.

૭. સુરત એરપોર્ટ રનવે નજીક નડતર રૂપ બિલ્ડીંગ ઝડપથી દૂર કરાય.

૮. સુરત એરપોર્ટ પર વધી રહેલ યાત્રીઓની સંખ્યા જોઈને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુરત એરપોર્ટ પરથી ચાલુ કરાે અને.પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પ્રિપેઇડ ટેક્સી સર્વિસ અન્ય એરપોર્ટની જેમ સુરતમાં પણ ચાલુ કરાય.

૯. રનવે સમાંતર ટેક્સીવે બનાવવાની કામગીરી જલ્દી તકે શરૂ કરાે.

૧૦. સુરત એરપોર્ટથી વધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એ હેતુથી સરકારમાં જરૂરી એવા બાઇલેટટ કરારો અને એરલાઇન્સિસને આમંત્રણ આપાે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp