26th January selfie contest

ડિસેમ્બર સુધીમાં સરકાર આ કંપનીમાં હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહી છે

PC: auto.economictimes.indiatimes.com

વધુ એક સરકારી કંપની વેચાવાની તૈયારીમાં છે. આ કંપનીનું નામ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એટલે કે, BEML છે, સરકાર ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીનું ખાનગીકરણ કરવા માટે નાણાંકીય જૂથોને આમંત્રિત કરી શકે છે. એક અધિકારી દ્વારા આ સંબંધે જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર, કોર્પોરેટ મુદ્દાઓના મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં BEMLની જમીન અને સંપત્તિઓને અલગ કરી BEML લેન્ડ એસેટ્સ લિમિટેડમાં શામેલ કરવાની મંજૂરી આપી હતી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અધિકારીએ કહ્યું કે, BEMLના દરેક શેરહોલ્ડરોને BEML લેન્ડ એસેટ્સ લિમિટેડમાં હિસ્સો મળશે અને તેને અલગ કરવાની પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆત સુધી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં અલગ થવાની પ્રક્રિયા પૂરી થયા બાદ BEMLના રણનીતિક વેચાણ માટે નાણાંકીય જૂથોને આમંત્રિત કરવામાં આવશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નાણાંકીય જૂથો ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં આવવાની સંભાવના છે. ત્યાર સુધી શેર ખરીદ સમજૂતીને પણ અંતિમ રૂપ આપી દેવામાં આવશે. સરકારના રક્ષા ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમ BEMLમાં 54.03 ટકા હિસ્સો છે. હાલના બજાર ભાવના આધારે જોવા જઇએ તો BEMLમાં સરકારની 26 ટકા હિસ્સેદારીના વેચાણથી લગભગ 2000 કરોડ રૂપિયાની આવક થશે.

સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં પ્રબંધન નિયંત્રણ સાથે BEMLમાં 26 ટકાની હિસ્સેદારી વેચવા માટે પ્રારંભિક જૂથોને આમંત્રિત કર્યા હતા. સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસમાં BEMLના શેરમાં 1.23 ટકાનો ઘટાડો આવ્યો હતો અને તે 1814.70 રૂપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. તેના ભાવમાં 22.55 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.

કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં કંપનીઓ વેચીને 24544 રૂપિયા એકઠા કર્યા હતાં, જ્યારે નાણાંકીય વર્ષ 2022-23ના અંત સુધી આ પ્રક્રિયાથી 65000 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. BEML એશિયામાં હેવી અર્થ મૂવિંગ ઉપકરણો બનાવતી અગ્રણી કંપની છે અને રક્ષા મંત્રાલય હેઠળ એક ભારતીય સાર્વજનિક ક્ષેત્રની કંપની છે. આ એક મિની રત્ન શ્રેણી-1 સાર્વજનિક ક્ષેત્રનું ઉદ્યમ છે જે, ત્રણ અલગ અલગ વ્યાવસાયિક કાર્યક્ષેત્રોમાં સંચાલિત થાય છે, જેવા કે, ખનન અને નિર્માણ રક્ષા અને એરોસ્પેસ અને રેલ અને મેટ્રો.

BEMLને 11મી મે, 1964ના રોજ રક્ષા ઉત્પાદન ક્ષેત્ર અને આપૂર્તિ મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ હેઠળ ભારત અર્થ મૂવર્સ લિમિટેડના નામથી એક સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમના રૂપે શામેલ કરવામાં આવી હતી. કંપનીએ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 600 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ભૂમિ નિર્માણ સંયંત્ર અને મશીનરી સાથે રેલવે કોચ નિર્માણ સુવિધાઓના હસ્તાંતરણ સાથે બેંગલોરમાં પરિચાલન શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp