આ રિપોર્ટે રૂપાણી સરકારને ધ્રુજાવી નાંખી

PC: indianexpress.com

ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ-કોર્પોરેશનના કૌભાંડો અને અનિયમિતતા સાથેના ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો આર્થિક ક્ષેત્રનો રીપોર્ટ ગુજરાત સરકારને સોંપવામાં આવ્યો છે.

ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના આર્થિક ક્ષેત્ર પર 31 માર્ચ, 2017ના રોજ પૂરા થયેલા વર્ષ માટે અહેવાલ (વર્ષ 2018ના અહેવાલ નં. 1), ગુજરાત સરકારને 16 માર્ચ, 2018ના રોજ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવેલ છે. તેમ સેન્ટ્રલ ઓડિટ રિપોર્ટ અનુભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટ મૂકવામાં આવે તેવી સંભાવના છે, કેમ કે સરકાર હંમેશા કેગના રિપોર્ટની ચર્ચા વિધાનસભામાં કરવાનું ટાળે છે, કારણ કે જો તેની ચર્ચા થાય તો સરકારને નામોશી મળે છે.

કેગ તરફથી ગુજરાત સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનને લગતા છ થી સાત રિપોર્ટ વિધાનસભામાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. આ રિપોર્ટનું જો ગુજરાતી કરણ થયું હશે તો સત્ર દરમ્યાન મૂકવામાં આવશે અન્યથા નવા સત્રમાં સરકાર રજૂ કરતી હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp