26th January selfie contest

ગુજરાતી-રાજસ્થાની વગર મુંબઈમાં પૈસા ન બચેના ગવર્નરના નિવેદન પર CMએ જુઓ શું કહ્યુ

PC: zeenews.india.com

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના વિવાદિત નિવેદનથી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમની સરકારે દૂરી બનાવી લીધી છે. વિપક્ષે રાજ્યપાલના નિવેદનને મરાઠી અસ્મિતા પર જખમ કરાર કર્યો છે. જ્યારે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કહેવું છે કે, આ રાજ્યપાલના અંગત વિચારો છે અને સરકાર આ નિવેદનનું સમર્થન નથી કરતી.

એકનાથ શિંદેએ કહ્યું કે, રાજ્યપાલના વિચાર તેમના પોતાના છે. સરકાર તેમનું સમર્થન નથી કરતી. રાજ્યપાલનું પદ એક સંવૈધાનિક પદ છે. તેમણે સંવિધાનના દાયરામાં રહીને બોલવું જોઇએ. અમે મુંબઇ માટે મુંબઇકર અને મરાઠી લોકોના યોગદાનને કદી ભૂલી શકીશું નહીં.

આ પહેલા શિંદે દળના ધારાસભ્ય દીપક કેસરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યપાલના નિવેદનનું ઠીકરું તેમના સચિવાલય પર ફોડ્યું. કેસરકરે કહ્યું કે, રાજ્યપાલનું જે ભાષણ હોય છે, તે તેમના સચિવ કે તેમની જે ટીમ હોય છે, તે તૈયાર કરે છે. મુંબઇને વસાવવામાં મરાઠી લોકોનું બહુમૂલ્ય યોગદાન તો છે જ, સાથે જ ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને પારસી લોકોની તેમજ દરેક ધર્મોએ પણ પોત-પોતાના સ્તરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેમણે કહ્યું કે, મરાઠી લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે, તેમણે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વકીલ, ડોક્ટર, જેવી કેટલીક ફીલ્ડ છે, IT ઇન્ડસ્ટ્રીમાં પણ મરાઠી લોકો ટોપ પર છે. મુંબઇના લોકોએ કદી બહારથી આવેલા લોકોને પારકા નથી સમજ્યા. રાજ્યપાલનું ભાષણ તેમના કાર્યાલયમાં જ કોઇએ લખ્યું છે, તેને લઇને સાવધાની વર્તવી જોઇએ. જો આ વાતને બીજી રીતે લખવામાં આવી હોત, તો કોઇની પણ ભાવનાઓ આહત ન થાત.

કેસરકરે કહ્યું કે, રાજ્યપાલના દરેક ભાષણ તેમને લખીને આપવામાં આવે છે. આ મુદ્દે કોઇ પણ રીતે રાજ્ય સરકારને રાજ્યપાલને કોઇ આદેશ આપવાના અધિકાર નથી હોતો. રાજ્યપાલ, કેન્દ્ર સરકાર હેઠળ કામ કરે છે. અમે આ મુદ્દાને લઇને કેન્દ્ર સરકારને પત્ર લખીશું. મરાઠી અસ્મિતાની સુરક્ષા હોવી જોઇએ કે રાખવી જોઇએ. મહારાષ્ટ્રમાં કોઇ પણ હાલતમાં મરાઠીનું અપમાન ન થાય તેના પર દરેકે ધ્યાન આપવું જોઇએ. વારે વારે આ પ્રકારની ઘટના બને છે કે, પ્રિટેડ ભાષણ હોવાના કારણે રાજ્યના કોઇ પણ મરાઠી વ્યક્તિ કે રાજ્યના મહાપુરુષોનું અપમાન ન થવું જોઇએ. આ વાત અને જાણકારી જે પણ રાજ્યપાલે પોતાના ભાષણમાં કહી, તે સંપૂર્ણ રીતે ખોટી છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર વિપક્ષી નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે કે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ્યારે પણ દિલ્હી જાય, તો રાજ્યપાલને ફરીથી તેમના મૂળ રાજ્યમાં મોકલવાનો આગ્રહ કરે. રાજ્યપાલની જવાબદારી છે કે, તેઓ દરેક લોકોની સાથે સમાન વ્યવહાર કરે. પણ તેમનું આ ભાષણ લોકો વચ્ચે કડવાશ અને વિભાજન પૈદા કરનારું છે. તેમણે લોકોની ભાવનાઓ દુભાવી છે અને તેઓ વારે વારે આમ કરતા રહે છે. હું રાષ્ટ્રપતિજીને અનુરોધ કરું છું કે, તેઓ ગવર્નરને પાછા બોલાવી લે.

ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર NCPના પ્રમુખ શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, ગવર્નર એક વર્ષ પહેલા સદનમાં કોઇ અન્ય સ્ટેન્ડ લે છે અને બીજા વર્ષે કોઇ અન્ય. જો રાજ્યપાલ આમ કરશે તો લોકો લોકતંત્રમાં ભરોસો કઇ રીતે કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp