કોર્ટે લોકો સુધી પહોંચવું જોઇએ, ચીફ જસ્ટિસ સંવિધાન દિવસ પર બોલ્યા

PC: tribuneindia.com

દેશ આજે એટલે કે, 26મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 26મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. 1949માં આજના દિવસે જ સંવિધાન સભાએ ભારતીય સંવિધાને અપનાવ્યું હતું. સંવિધાનને બનાવવામાં 2 વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. 26મી જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાનને લાગૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી આપણે સતત 26મી નવેમ્બરની તારીખ પહેલા કાયદા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

સંવિધાન દિવસ પર દેશના ચીફ જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડે નબળા લોકો, દલિતો અને પછાત લોકોને બરાબરીમાં લાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતનું સંવિધાન ફક્ત કાયદા જ નહીં, પણ માનવીય સંઘર્ષ અને ઉત્થાનની કથા પણ કહે છે. તેમણે કહ્યું કે, સંવિધાને જ સમાજના હાંશિયા પર ઉભેલા પછાત અને દલિતોને સન્માન અપાવ્યું છે. તેમણે કહ્યું કે, અંગ્રેજોના રાજમાં અને તેના પહેલા કોર્ટમાં પણ નાગરિકોનું હનન થતું હતું, પણ સંવિધાને તેના પર રોક લગાવી છે.

ચીફ જસ્ટિસે સંવિધાનને એક સતત ચાલનારી પ્રક્રિયા બતાવી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ચીફ જસ્ટિસ હોવાના કારણે મારું દાયિત્વ છે કે, દરેક ભારતવાસી માટે ન્યાયને સુલભ બનાવીશું. તેમણે કહ્યું કે, મારું દાયિત્વ છે કે, સુપ્રીમ કોર્ટ અને જિલ્લા સ્તરની કોર્ટની સાથે મળીને હાંશિયા પર હાજલ લોકોને ન્યાય અપાવી શકું. તેમણે કહ્યું કે, કોઇપણ સભ્ય દેશ માટે આ ખૂબ જ આવશ્યક છે કે, કોર્ટ લોકો સુધી પહોંચે, તે લોકોના કોર્ટરૂમ સુધી આવવાની રાહ ન જૂએ.

ચીફ જસ્ટિસે કહ્યું કે, મારો દરેક હાઇકોર્ટ અને જિલ્લા કોર્ટને અનુરોધ છે કે, આ રીતને ખતમ કરવાની નહીં, પણ આગળની દિશામાં કામ કરવાની જરૂર છે. તેનાથી આપણે સિસ્ટમને વધુ સુવિધાજનક બનાવી રાખી શકીશું. તેમણે કહ્યું કે, ન્યાયપાલિકાઓએ કોવિડ મહામારી દરમિયાન પણ ટેકનીકલ માળખાને મજબૂત કરીને જનતા સુધી ન્યાય પહોંચાડ્યો છે. હવે તેને વધુ મજબૂત બનાવવું પડશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, રાષ્ટ્રપતિ આજે કેટલીક યોજનાઓની શરૂઆત કરશે. વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, ડેશ બોર્ડ અને જસ્ટિસ મોબાઇલ એપ સહિત કેટલીક ટેક્નિકલ સુવિધાઓને શરૂ કરવામાં આવશે. તેનાથી લોકોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમણે કહ્યું કે, હવે પેપરલેસ ડિજિટલ ગ્રીન કોર્ટ બનાવવામાં આવશે. ભારતીય ન્યાયપાલિકા જનતાના દ્વાર સુધી જઇને ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. યુવા વિચાર ન્યાય સુલભ બનાવવાની આ કોશિશને આગળ વધારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp