મંદી પર ક્રેઝ ભારી: સુરતમાં કારના 9000 નંબર માટે ચૂકવ્યા 1.50 લાખ રૂપિયા

PC: youtube.com

ચારેતરફ મંદીની બૂમ છે, દેશનો જીડીપી પણ સડસડાટ નીચો જઈ રહ્યો છે. એવામાં કેટલાક ક્રેઝી લોકો પોતાનો શોખ પુરો કરવા ખર્ચ કરતા અચકાતા નથી. આવું જ આજે આરટીઓમાં કારના નંબરો માટે થયેલી ઓનલાઈન હરાજીમાં જોવા મળ્યું. પોતાના લક્કી ચાર્મ જેવા ગણાતા નંબર મેળવવા એક અરજદારે રૂ. 1.50 લાખ રૂપિયા ભરી દીધા! મંદી વચ્ચે ભીંસાતા લોકોને જરૂર ઝાટકો લાગ્યો હશે અને કેટલાક રાજકારણીઓ કદાચ આને આધાર બનાવીને કહીં પણ શકે છે કે ક્યાં છે મંદી?

સત્તાવાર માહિતી મુજબ સુરત આરટીઓને ઘણાં સમય બાદ કાર માટેની નવી સિરિઝ ‘જીજે-5 આરકે’ માટે રૂ. 30.28 લાખની આવક થઈ. 425 જણાંએ પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઈન હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં ટોપ ટેન રૂપિયા ચુકવનારાઓ પર નજર નાંખીએ તો પ્રતિખા નામની અરજદારે જીજે-05,આરકે-9000 માટે રૂ.1.50 લાખ ચુકવ્યા. અશોક નામના અરજદારે જીજે-05, આરકે, 9999 માટે રૂ.1,01,000 ચુકવ્યા. રાધાક્રિષ્ણએ 1001 નંબર માટે રૂ. 80 હજાર, પ્રેરિતએ 0555 નંબપ માટે રૂ. 45 હજાર ચુકવ્યા. શ્રવણકુમારે 1111 માટે રૂ. 42 હજાર, ધરમકુમારે 2121 નંબર માટે રૂ. 33 હજાર જ્યારે પાર્થએ જીજે-05, આરકે 0003 નંબર માટે રૂ. 26 હજાર ચુકવ્યા.

લાંબા સમય બાદ આરટીઓને ઓનલાઈન હરાજીમાં સારી આવક થઈ છે. બાકી ઘણાં એ, બી, સી કેટગરીના નંબરો છે તે ઘણી સિરિઝથી આમ ને આમ પડી રહ્યાં છે. તે સામાન્ય રીતે ફાળવી દેવા માટે આરટીઓએ વડી કચેરીથી મંજૂરી પણ માંગી છે. પહેલા કરતા લોકોને નંબરો પાછળ રૂપિયા ખર્ચવાનો ક્રેઝ ઘટ્યો છે. પહેલા ઘણાં એવા માલેતુજારો હતા તે લક્કી ચાર્મ નંબર લેવા માટે 3થી 5 લાખ ખર્ચતા પણ અચકાતા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp