26th January selfie contest

અહીં હનુમાન મંદિર પર દલિતોએ અડીંગો જમાવ્યો, પોલીસ પણ ચોંકી

PC: jagran.com

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજી પર આપવામાં આવેલા નિવદન બાદ મુજફ્ફરપુરમાં દલિત સમાજના આગેવાનોએ અહીંના પ્રસિદ્ધ હનુમાન મંદિર પર કબજો કરી લીધો હતો. આટલું ઓછું હોય તેમ વાલ્મિકી ક્રાંતિ દળના સભ્યોએ મંદિરના પૂજારીને પણ હટાવીને ગાદી પર અડ્ડો જમાવ્યો હતો અને દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ અગાઉ ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખરે CM યોગીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દલિતોને તમામ હનુમાન મંદિરો પર કબ્જો જમાવવાનું અને મંદિરમાં આવતી દાનની રકમ પોતાના હસ્તક લેવા જણાવ્યું હતું. વાલ્મિકી ક્રાન્તિ દળના સભ્યોએ મંગળવારે શહેરના સિદ્ધપીઠ સંકટમોચન શ્રી હનુમાન મંદિર પર ‘દલિત હનુમાન મંદિર’નું પોસ્ટર લગાડી દીધુ હતુ. દળના અધ્યક્ષ દીપકે પૂજારીને મંદિરની બહાર કાઢી મૂકીને પોતે જ ગાદી પર અડ્ડો જમાવી દીધો હતો.

આ અંગેની જાણ થતા પહોંચેલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લગભગ અડધો કલાક બાદ સ્થાનિકોનો રોષ જોઈને પોલીસે દીપક ગંભીરની અટકાયત કર્યા બાદ ત્યાં હાજર અન્ય વાલ્મિકી ક્રાન્તિ દળના અન્ય સભ્યોને ભગાડ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ ત્યાં પરિસ્થિતિ સામાન્ય બની હતી, જે બાદ પોલીસને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp