દિલ્હીના પો.કમિ. તરીકે રાકેશ અસ્થાના રીટાયર થતા પોલીસને આપી 3 સલાહ

PC: gujaratsamachar.com

પહેલા ગુજરાતમાં વડોદરા, સુરત સહિત જુદા જુદા શહેરોમાં કામગીરી કર્યા પછી કેન્દ્રમાં સીબીઆઇ, બીએસએફ, નારકોટિક્સ અને પછી દિલ્હીના પોલીસ કમિશનર બન્યા પછી રાકેશ અસ્થાના હાલમાં જ રીટાયર થયા છે. તેમણે રીટાયરમેન્ટના કાર્યક્રમમાં બોલતા પોલીસને મુખ્ય ત્રણ સલાહ આપી હતી.

તેમણે ભૂતકાળ વાગોળતા કહ્યું હતું કે તેઓ જ્યારે પોલીસમાં જોડાયા ત્યારે ગુજરાતમાં ત્યારના અધિકારી પી.કે. દત્તાએ તેમને તાલીમ આપી હતી. પી.કે. દત્તાએ તેમને ત્રણ સલાહ આપી હતી જે તેમણે આખું જીવન અમલી બનાવી હતી. તેનાથી તેમને ઘણી સફળતા મળી.

પહેલી સલાહ

અસ્થાનાએ હાજર પોલીસ ઓફિસર્સને સંબોધન કરતા કહ્યું હતું કે પી.કે. દત્તાએ તેમને એક સલાહ આપી હતી કે તમે નોકરી કરો તો હંમેશા માથુ ઊંચુ રાખીને જ નોકરી કરજો. ક્યારેય માથુ નીચુ થાય એવી કામ ન કરતા. મેં મારા જીવનમાં હંમેશા સેલ્ફ રીસ્પેક્ટને મહત્ત્વ આપ્યું છે. પછી તે મારા માટે હોય કે માર અધિકારીઓ અને ફોર્સ હોય. હું ક્યારેય તેમણે સેલ્ફ રીસ્પેક્ટ ગુમાવવું પડે તેવું નથી કરતો. ઘણીવાર ભૂલો થાય પરંતુ હું તેમની સાથે રહું છું. જો ખરેખર ભૂલ જ હોય તો લડી લઊં છું. જો જાણી જોઇને કરી હોય તો પછી એક્શન લઊં છું. પરંતુ ક્યારેય મારા લોકો હતાશ થાય તેવું નથી કરતો.

બીજી સલાહ

પોલીસે એક્ટિંગ કરતા શીખી જવું પડે. પોલીસનું કામ એવું છે કે તેના મનમાં શું છે અને બહાર શું કરવું છે તે ખબર પડવી જોઇએ નહીં. ઘણીવાર એવું હોય છે કે તમને ગુસ્સો આવતો હોય પરંતુ તમારે તેના ઉપર કાબૂ રાખવો પડે. ઘણીવાર તમને ખબર હોય તો સામેની વ્યક્તિ ખોટી છે પરંતુ તમે ત્યારે કંઇ કરી શકતા નથી. જ્યારે ટોળું હોય ત્યારે તો ખાસ તમારે એક્ટિંગ કરવી જ પડે છે. પરંતુ થોડા સમય પછી તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જાય છે. એટલે પોલીસે એક્ટિંગ કરતા શીખી જ જવું પડે.

ત્રીજી સલાહ

અસ્થાનાએ કહ્યું કે પોલીસને મારી ત્રીજી સલાહ એ છે કે તમારા સ્ટાફને સતત કંઇકને કંઇક કામમાં જોતરી રાખો. ક્યારેય સ્ટાફ શાંતિથી બેસવો જોઇએ નહીં. જો તમે તેમને શાંતિથી બેસવા દેશો તો તેઓ ભૂલો કરશે. ખોટા કામો કરવા તરફ પ્રેરાશે. એટલે તેમને સતત કંઇકને કંઇક કામ આપ્યા જ કરો.

તેમણે દિલ્હી પોલીસના વખાણ કરતા કહ્યું કે એક આઉટસાઇડર તરીકે દિલ્હીની ફોર્સે તેમને જરાય એવું લાગવા દીધું નથી. તેમણે પૂરેપૂરો સહયોગ આપ્યો છે. આ ઉપરાંત પરિસ્થિતિઓને કંન્ટ્રોલ કરવામાં દિલ્હી પોલીસ જેવી પોલીસ ખૂબ ઓછી હોય છે. તેમણે કહ્યું કે તેઓ હજુ કામ કરી શકે છે અને કરવા ઇચ્છતા પણ હતા. તેમને આશા હતી કે એક્સટેન્શન મળશે પરંતુ તેમ થયું નહીં.

ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના ગુજરાતમાં એક સેલિબ્રેટેડ અને બાહોશ પોલીસ ઓફિસર તરીકે જાણીતા હતા. બોમ્બ બ્લાસ્ટ કાંડથી લઇને બીજા ઘણા કેસો ઉકેલવામાં તેમનું પ્રદાન હતું. સુરતમાં ખાસ કરીને સીસીટીવી પ્રોજેક્ટ શરૂ કરાવવાથી લઇને નાઇટ મેરેથોનનું આયોજન તેમના કાર્યકાળમાં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp