પોલીસનું આંતરિક યુદ્ધ કેટલાનો ભોગ લેશે?

PC: freshsarkarijobs.com
સુરેન્દ્રનગર પોલીસ અને રાજકોટ પોલીસ રેન્જ વચ્ચે આંતરીક યુદ્ધ ફાટી નિક્યુ છે. ટોચના બે પોલીસ અધિકારીઓની આર્થિક લડાઈ હવે શેરી યુદ્ધ સુધી પહોંચી છે. પોલીસ અધિકારીઓની લડાઈનો અહેવાલ હોમ મિનિસ્ટર પ્રદિપસિંહ જાડેજા સુધી પહોંચ્યો હોવા છતાં તેઓ પણ પગલાં ભરવા માટે લાચાર છે. 
 
હોમ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર DSP દિપક મેઘાણી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે ઝૂંબેશ ચલાવી રહ્યા છે તો રાજકોટ IG DM Patel દારૂના અડ્ડા પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. રાજકોટ જિલ્લામાંથી પકડાયેલો દારૂ સુરેન્દ્રનગર જિલ્લામાં પકડેલો બતાવે છે. જે અંગે DSP મેધાણીએ ગાંધીનગર હોમ ડિપાર્ટમેન્ટમાં અહેવાલ મોકલેલો છે. જે અહેવાલની સાથે રાજકોટ IG સામે CCTV ફૂટેજ પણ મેધાણીએ હોમ ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યો છે. જેનો અભ્યાસ હજું જાડેજા કરી રહ્યા છે. 
 
આ બન્નેની લડાઈમાં ત્રણ PSIને સસ્પેન્ડ પણ કરી દીધા છે. અર્જુન ગઢવી, એ ડી પરમાર, સીસોદીયાનો તેમાં સમાવેશ થાય છે. વળી, પટેલ ખૂન કેસમાં જેમની સામે શંકાસ્પદ આરોપો મૂકવામાં આવ્યો છે તે આર આર સેલના પોલીસની વિગતો પણ ગાંધીનગરથી મંગાવવામાં આવી છે. જે અગાઉ દારૂના કટીંગમાં પકડાતા સસ્પેન્ડ થયેલાં છે. તેમને છાવરવામાં આવે છે. અને જે અધિકારીઓ કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા માગે છે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. કારણ કે તે DSP ના આદેશ માને છે. આમ સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા તુટવાથી અનેક ખૂન થઈ ગયા છે. પણ આંતરિક યુદ્ધ અટકતું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp