એન્જિનિયરીંગ એન્ડ સ્પોર્ટ્સ-ગુજરાતના યુવાનો માટે એક નવી તક ઊભી થવા જઇ રહી છે

PC: khabarchhe.com

એન્જિનીયરિંગ ક્ષેત્રમાં રોજ નવી તકો સર્જાઇ રહી છેત્યારે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર સ્પોર્ટ એન્જિનીયરિંગના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે નવા અભ્યાસક્રમો ડિઝાઇન થવા જઇ રહ્યા છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ સાથે મળીને સ્પોર્ટ્સ એન્જિનીયરિંગના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના નવા રસ્તા ખોલ્યાં છે. વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ એન્જિનીયરિંગ ભણાવીને તેમને કારકિર્દીની બે નવી દિશાઓ ખોલી આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ફોર્સ મેનેજમેન્ટટર્ફ ટેક્નોલોજીસ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટસિન્થેટિક ડેવલપમેન્ટસ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા વિષયોને વિસ્તારથી ભણાવવામાં આવશે. જીટીયુ અને એસજીએસયુ સાથે મળીને નવી પેઢીને એક જ નવા જ વિષય માટે તૈયાર કરશે. આ કોર્સીસની સાથે સાથે વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ પણ આપવામાં આવશે.

સ્પોર્ટ્સ એન્જિનીયરિંગ એ હાલના સમયમાં સૌથી વધુ ઝડપથી ઊભરી રહેલી ઇન્ડસ્ટ્રી છે. સ્પોર્ટ્સ એન્જિનીયરિંગમાં સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટનું ડિઝાઇનિંગપ્રોડક્શનફેસેલિટિઝ અને પર્ફોર્મન્સ મેજરમેન્ટ સિસ્ટમ વગેરે બાબતોને આવરી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને કિનેમેટિક્સડાયનેસિક્સ અને બાયોમિકેનિક્સની જાણકારી આપવામાં આવે છે. સ્પોર્ટ્સ એન્જિનીયરિંગના અંતર્ગતએન્જિનીયરિંગની બીજી શાખાઓ જેવી કે ફિઝિક્સમટિરિયલ સાયન્સમિકેનિકલ એન્જિનીયરિંગ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગનો પણ સમાવેશ થાય છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જતિન સોનીએ જણાવ્યું હતું કે,‘ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના એક્સપર્ટીઝ એન્જિનીયરિંગ ક્ષેત્રમાં છે અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્પોર્ટ્સમાં છે. એટલે આ બન્ને યુનિવર્સિટી મળીને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ આપી શકે એ માટે આ આયોજન થયું છે.

તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો ખૂબ ઉપયોગ થઇ રહ્યો છેત્યારે આપણે ત્યાં પણ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સનું ઇમ્પોર્ટ ઘટે અને આપણે ત્યાં સારામાં સારી ટેક્નોલોજીનું પ્રોડક્શન શરૂ થાય એવો પ્રયત્ન કરીશું. હાલ પરિસ્થિતિ એવી છે કે એન્જિનીયરિંગ જાણતાં લોકો સ્પોર્ટ્સ અંગે માહિતગાર હોતા નથી અને સ્પોર્ટ્સના જાણકાર લોકો એન્જિનીયરિંગ ક્ષેત્રથી પરિચિત જ હોય એવું પણ નથી હોતું. આવી પરિસ્થિતિઓનું સમાધાન લાવલા ગુજરાતની આ બન્ને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ ભેગી મળીને નવા કોર્સ ડિઝાઇન કરશે.

 જીટીયુના એક અધિકારીએ કહ્યું હતું કે ‘હાલ આપણી સ્થિતિ એવી છે કે સ્પોર્ટ્સનાં ઘણાં સાધનો આપણે વિદેશથી મંગાવા પડે છે. તો ભારતમાં જ એવી ટેક્નોલોજીનું નિર્માણ થાય અને આપણે જ  સાધનોનું પ્રોડક્શન કરીએતો વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી દિશા ખૂલે છે અને રોજગારીની તકો પણ ઊભી થઇ શકે છે. એન્જિનીયરિંગ પાર્ટ જીટીયુ જોશે અને સ્પોર્ટ્સ અંગેની બાબતો એસજીએસયુ દ્વારા સંભાળાશે. આમબન્ને યુનિવર્સિટી સાથે મળીને આ ક્ષેત્રમાં કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp