રત્નકલાકારોને આપઘાતથી બચાવનાર પોતે આત્મહત્યા ન કરે, જયસુખ ગજેરા કેસમાં ઉઠી આ માગ

PC: news18.com

કોરોનાકાળમાં લોકડાઉન અને ત્યારબાદ નોકરી ગુમાવનાર હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે અને બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે ખૂબ ટૂંકા ગાળા મા જ અંદાજે 13 રત્નકલાકારો એ આપઘાત કરી લીધા ના બનાવો બન્યા છે, ત્યારે રત્નકલાકારોના હક અને અધિકાર માટે સતત લડત ચલાવનાર રત્નકલાકાર વિકાસ સંઘ ના પ્રમુખ જયસુખભાઈ ગજેરા એ પણ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને તેમના મોતની ઘટનાને રહસ્યમય લેખાવી ફોરેન્સિક પીએમ કરાવીને તપાસ કરવા માંગ કરી છે.  

- જયસુખભાઈનું મોત રહસ્યમય: પોલીસ કમિશનર તપાસ કરાવે: ડાયમંડ વર્કર યુનિયન

ડાયમંડ વર્કર યુનિયને પોલીસ કમિશનરને કરેલી રજૂઆત મુજબ જયસુખ ગજેરા ખુદ રત્નકલાકારો ને આપઘાત ન કરવાનુ કહેતા હતા , એ પોતે જો આપઘાત કરી જીવન ટૂંકાવી લેવા મજબુર બનતા હોય તો સામાન્ય રત્નકલાકારોની શું અવદશા હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે.

જયસુખભાઈ ના રહસ્યમય આપઘાત પ્રકરણ મા ઉચ્ચકક્ષા ની ન્યાયિક તપાસ કરવા મા આવે એવી માંગણી  સુરત પોલીસ કમિશનરશ્રી અને સુરત જિલ્લા પોલીસ અધ્યક્ષશ્રી સમક્ષ કરી છે  ડાયમંડ વર્કર યુનિયનની માંગણી છે કે જયસુખભાઈ ના મૃતદેહ નુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા મા આવે તથા તેમના મોબાઈલ ની એફ.એસ.એલ.દ્વારા તપાસ કરવા મા આવે કેમ કે જયસુખભાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લે એ વાત ગળે ઉતરે એવી નથી.

માટે તેમને કોઈ નુ  પ્રેસર હતુ કે કેમ અને જયસુખભાઈ રત્નકલાકારો માટે લડતા હતા તો કોઈ ઉદ્યોગકારો દ્વારા તેમની ઉપર કોઈ દબાણ કરવા મા આવતુ હોઈ એવુ પણ બની શકે માટે ઉપરોકત સમગ્ર મામલે પોલીસ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મા આવે એવી માંગ કરાય છે. યુનિયન  જયસુખભાઈ ના પરિવાર ને સરકાર દ્વારા આર્થિક મદદ કરવા મા આવે એ બાબતે પણ રજૂઆત કરશે.

- આર્થિક પાયમાલીથી 13 રત્નકલાકારોના આપઘાત પણ તંત્ર-સરકાર સામે જોતી નથી

ડાયમંડ વર્કરના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યુંકે, અત્યારસુધી 13 જેટલા રત્નકલાકારોએ આપઘાત કરી લીધો છે અને અમે ‌વારંવાર કલેક્ટર, સરકારમાં રજૂઆત કરી છે કે પાયમાલ રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરો અને અપમૃત્યુ પામનાર રત્નકલાકારોના પરિવારને 10 લાખની સહાય કરો પરંતુ સરકાર તે દિશામાં કામ કરતી નથી. હીરા ઉદ્યોગકારો પણ રત્નકલાકારો પ્રત્યે બેદરકાર છે. તેઓએ કામ કરાવવું છે પણ તેમને લોકડાઉન દરમિયાનનો પગાર આપાયો નથી. તંત્ર પણ તે માટે કોઈ કાર્યવાહી કરતું નથી. હવે સરકાર  રત્નકલાકારો સામે જુએ તે ખૂબ જરૂરી છે. 

લોકડાઉન દરમિયાન બેરોજગારી આર્થિકતંગી ના કારણે આપઘાત કરનાર 25થી 47 વર્ષના રત્નકલાકારો 

(1) દર્શનભાઈ રમેશભાઈ ચૌધરી , સુરત

(2) ભુપેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ, સુરત

(3)  કાનુભાઈ મધુભાઈ સાવલિયા , સુરત

(4) ગણેશભાઈ હીરાભાઈ દુધગરા, સુરત 

(5) તરુણભાઈ મૈસૂરિયા , સુરત 

(6)હરેશભાઇ કેસવજીભાઈ માંકડિયા, સુરત 

(7) મિતેષભાઈ નંદકિશોરભાઈ પ્રજાપતિ, સુરત 

(8) ભાવેશભાઈ નવનીતભાઈ નાવડીયા , સુરત 

(9) હરેશભાઇ ગોરધનભાઈ સાવલિયા , સુરત 

(10) પ્રકાશભાઈ કેશુભાઈ રાદડિયા, સુરત 

(11) ભરતભાઈ નટવરભાઈ સરવૈયા , સુરત 

(12) રાકેશભાઈ દેવસીભાઈ બારૈયા, સુરત 

(13) યાસીનભાઈ સઇદ, નવસારી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp