ધૂળેટી પછી ધારાસભ્યો રમશે ક્રિકેટ, પ્રથમવાર MLA માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન

PC: khabarchhe.com

ધારાસભ્યો માટે ઘૂળેટી બાદ હવે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત હશે કે જ્યાં ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવશે. ધૂળેટીનું આયોજન પણ પ્રથમ વખત થયું હતું ત્યારે હવે ઈતિહાસમાં પ્રથમ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ બોલિંગ અને બેટીંગ પર ધારાસભ્યો હાથ અજમાવશે.

ધૂળેટી બાદ ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન 20 માર્ચના રોજ થઈ રહ્યું છે. જેમાં ધારાસભ્યોની ટીમની અંદર વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાશે. ધારાસભ્યો બેટીંગ અને બોલિંગ કરતા જોવા મળશે. અત્યારે વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યો બજેટ સત્રમાં વ્યસ્ત છે ત્યાર બાદ 20 તારીખના રોજ ધારાસભ્યોની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વખતે પ્રથમ વખત ધારાસભ્યોને ક્રિકેટ ટૂર્નામેન્ટ પહેલા વિધાનસભામાં ઈતિહાસમાં પ્રથમ વખત હોળી રમવાને લઈને મંજૂરી અધ્યક્ષ તરફથી મળી હતી. ત્યારે વિધાનસભામાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ કલરોથી નેતાઓ હોળી રમતા નજરે પડ્યા હતા.

વિધાનસભા ધારાસભ્યો માટે હવે હોળી રમવાની સાથે સાથે ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. જનતા વચ્ચે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા નેતાઓ હવે ક્રિકેટના મેદાને જંગમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp