ગુજરાતના આ જિલ્લામાં 15 કરોડના ખર્ચે રસ્તાને ફોર લેન કરાશે

PC: youtube.com

ગૃહ રાજ્ય મંત્રી અને ગોધરા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગોધરા શહેરમાંથી પસાર થતાં, ભામૈયા ચોકડી થી પરવડી ચોકડી સુધીના અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈંદોરના રસ્તાને રૂા.1500/- લાખના ખર્ચે ફોર લેન બનાવવામાં આવશે. જેના થકી ગોધરા શહેરના સીમલા ગેરેજ વિસ્તારનું ટ્રાફિક ભારણ હળવું થશે.

પ્રદિપસિંહ જાડેજાએ રાજ્ય સરકાર દ્વારા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડતા માર્ગોને સુધારવા અને સંગીન બનાવવાની યોજના હેઠળ આ કામ મંજૂર કરવા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, ગોધરાના હાર્દ સમા આ રસ્તાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા 12.83 કિલોમીટરનું ચાર માર્ગીયકરણ થશે અને તેના ક્રોસ સેક્સન પ્રમાણે રસ્તાની કુલ પહોળાઇ 18 મીટર થશે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ઈકોનોમિક સિસ્ટમ, કેપિટલાઈઝેશન અને ઈન્ડસ્ટ્રિલાઈઝેશનને પહોંચી વળાય એ રીતે માર્ગોનું માળખું ગોઠવી તેનું પરિણામલક્ષી અમલીકરણ કર્યુ છે. રાજ્ય સ્તરના માર્ગો, જિલ્લાથી જિલ્લાને જોડતા માર્ગો, તાલુકા સ્તરથી ગ્રામ્ય સ્તર સુધીના માર્ગો ગુણવત્તાયુક્ત અને બારમાસી બનાવ્યા છે. જેના કારણે છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય, શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ સુલભતાથી ઉપલબ્ધ થઇ છે. હયાત રસ્તાઓની સુધારણા અને મજબૂત તથા ટકાઉ બનાવવાની પણ સરકારની પ્રતિબધ્ધતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp