ગુજરાત સરકારનું સુશાસન મોડેલ- અડધી સરકાર આઉટસોર્સ અને એડહોક કર્મીઓ ચલાવે છે

PC: https://www.news18.com

ગુજરાતની રાજ્ય સરકારના 18 હજાર અને સ્થાનિક સરકારોના 16 હજાર કર્મચારીઓ મળીને 24 હજાર કર્મચારીઓ 2021માં નિવૃત્ત થઈ ગયા છે. તેની સામે તેનાથી વધારે 30 હજાર કર્મચારીઓની ભરતી 2021માં થવી જોઈએ. પણ થઈ નથી. જે થાય છે તેમાં 60 ટકા કરાર આધારિત થાય છે.

તમામ ધોરણના 20 હજાર શિક્ષકો, તલાટી-રેવન્યુ 20 હજાર, સ્થાનિક સરકારમાં 18 હજાર મળીને સરકારમાં કૂલ 2.10 લાખ કર્મચારીઓની જગ્યા ખાલી પડી છે. છતાં પગાર 15 હજાર કરોડ થાય છે. જો બધા કર્મચારીઓ ભરી દેવામાં આવે તો 30 હજાર કરોડ પગાર બિલ આવે તેમ છે. લગભગ 5 લાખ કર્મચારીઓ ભરવાના થાય છે.

જાણકારો એવો અંદાજ લગાવે છે કે જો 5 લાખ ભરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર કરી શકાય તેમ છે. ઓછામાં ઓછો એક કર્મચારીની ભરતીનો ભાવ 10 લાખ છે.  ભરતીનો ભ્રષ્ટાચાર 50 હજાર કરોડ થઈ શકે છે. જે કર્મચારીનો 3 વર્ષનો પગાર થાય છે.

2020માં 3.89 લાખ કર્મચારી હતા. પગાર 13910 કરોડનો પગાર હતો. જેમાં આઉટસોર્સનો પગાર 806 કરોડ હતો. 2021માં 4.52 લાખ કર્મચારી થશે. 16526 કરોડનો પગાર હતો, જેમાં આઉટસોર્સ કર્મચારીઓનો પગાર 907 કરોડ હતો.

આમ સરકારમાં 50 ટકાથી વધું કર્મચારીઓ આઉટ સોર્સથી કામ કરે છે. જે 5 લાખ કર્મચારી ગણતાં એક કર્મચારીને વર્ષે 15 હજારથી વધારે પગાર મળતો નથી.

પહેલા 2013માં સરકારના 3.32 લાખ અને જિલ્લાના 5.80 લાખ કર્મચારીઓ હતા. 2018માં સરકારના 3.09 લાખ અને જિલ્લાના 2.26 લાખ મળીને કુલ 5.36 લાખ કર્મચારીઓ હતા. 2021માં પંચાયતના કર્મચારીઓ અંગે સરકારના પરંપરાગત પ્રકાશનોમાં વિગતો છૂપાવવાની કોશિષ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 17 હજાર જગ્યાઓ ખાલી છે, જે ભરવાની જાહેરાત કરી છે.

નવેમ્બર 2020માં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જુઠાણું ચલાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકાર આ વર્ષે 37 હજાર કર્મચારીઓની ભરતી કરશે. પણ કયા કેડરમાં કેટલી ભરતી થશે તે જાહેર કર્યું ન હતું. જે ખરેખર જાહેર કરવું જોઈએ.

GPSCના અધ્યક્ષ દિનેશ દાસાના જણાવ્યા મુજબ આયોગે બહાર પાડેલી RFO, DySO, GMDC વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ ભરવાની થતી હતી. પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષમાં કરવામાં આ‌વશે. કારણ કે ગયાં વર્ષે કોઈ ભરતી થઇ શકી નથી, તેથી બેકલોગનું ભારણ ઘટાડવાં આ વર્ષમાં સરકારમાં સારી એવી ભરતીઓ થશે.

5 વર્ષથી 50 હજાર જગ્યા સરકારમાં ખાલી છે. 2021 સુધીમાં 2 વર્ષમાં 1777 બેરોજગારોને જ સરકારી નોકરી મળી છે. ગુજરાતની 7 કરોડની વસતી પ્રમાણે 9થી 10 લાખ કર્મચારી અને અધિકારી હોવા જોઇએ પણ હાલ 5 લાખ કર્મચારી છે. સરકાર ભરતી કરતી નથી. ભરતીની સામે બે ગણાં કર્મચારીઓ નિવૃત્ત થાય છે.

માર્ચ 2021માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંદાપત્રમાં જાહેરાત કરી હતી કે 5 વર્ષમાં સરકાર 2 લાખ યુવાનોને નોકરીઓ આપશે. 2001થી 20 વર્ષમાં ભાજપના શાસન દરમિયાન 2,73,591 કર્મચારીઓની ભરતી કરાઈ છે.

સરકાર કહે છે કે ભરતી કરવાના બદલે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછા કર્મચારીઓથી કામ ચલાવીએ. તે નાણાં પ્રજા માટે વાપરીએ. બે વર્ષમાં માત્ર 1777 યુવાનોને જ સરકારી નોકરી મળી છે. ગત સપ્ટેમ્બર માસમાં ભરતીની અટકી પડેલી પ્રક્રિયાઓ પર યુવાનોએ સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો ત્યારે સરકારે કહ્યું હતું કે છેલ્લાં 4 વર્ષમાં સરકારે સવા લાખ નોકરી આપી છે.

ફેબ્રુઆરી 2021માં 20 હજાર યુવાનોને નોકરી અપાશે તેવું પણ કહેવાયું હતું. પરિક્ષા લીધી છે પણ પરિણામ બાદ પણ ભરતીઓ બાકી છે. ઘણામાં પરિણામ જાહેર કરવાના બાકી છે. ઘણામાં ફોર્મ ભરાયા બાદ પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તારીખો જાહેર કરવાનું બાકી છે.

કોની કેટલી જગ્યા ખાલી છે

સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર  શિક્ષકોની જગ્યા ખાલી છે.

ધોરણ-1થી 5માં 8055 હજાર

ધોરણ-6થી 8માં 10546 હજાર શિક્ષકોની જગ્યા ખાલી

1થી 5ના 2188  શિક્ષકો ધો. 6થી 8માં ફરજ બજાવી રહ્યા છે. તેથી ધો.1થી 5માં 5867 જેટલી જગ્યાઓ ખાલી પડી છે.

સામાજિક વિજ્ઞાનમાં 3087 શિક્ષકોની જગ્યા ખાલી છે.

ગણિત અને વિજ્ઞાનના 3324 શિક્ષકોની જગ્યા ખાલી છે.

ભાષામાં પણ 1862 શિક્ષકોની જગ્યા ખાલી છે.

ઉચ્ચ અધિકારીની 30% ખાલી જગ્યાઓ

સચિવાલય વર્ગ-1ની 93 ખાલી જગ્યા

સચિવાલય વર્ગ-2ની 428 ખાલી જગ્યા

વર્ગ-1ની 450 ખાલી જગ્યા

વર્ગ-2ની 1500 ખાલી જગ્યા

વર્ગ-3ની 3,500 ખાલી જગ્યા

સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 600 ખાલી જગ્યા

આરોગ્ય કેન્દ્રોની 12000 ખાલી જગ્યા

મેડિકલ પ્રાધ્યાપકો, અન્ય કેડરની 1109 ખાલી જગ્યા

નર્સિંગ,ટેકનિશિયન,વોર્ડ સહાયકની 7000 ખાલી જગ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલની 800 ખાલી જગ્યા

કોલેજોમાં પ્રોફેસરની 7500 ખાલી જગ્યા

સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ શિક્ષકોની 4000 ખાલી જગ્યા

પોલીસ વિભાગની 10000 ખાલી જગ્યા

પંચાયત, ગ્રામ વિકાસની 4000 ખાલી જગ્યા

કૃષિ વિભાગની 180 ખાલી જગ્યા

ભૂસ્તર વિજ્ઞાન, ખનિજની 490 ખાલી જગ્યા

શિક્ષકોની 18 હજાર જગ્યા ખાલી

55% જગ્યા આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટથી ભરી

સરકારે ખાનગી કંપનીઓના કર્મચારીઓ, આઉટસોર્સિંગ, બાંધેલા પગાર અને કરાર આધારીત કર્મચારીઓની ભરતી કરે છે. જે 1,64,505 જગ્યાઓ પર ભરતી કરી છે. જિલ્લા પંચાયત સરકારમાં પણ 2 લાખ કર્મચારીઓ આ રીતે લેવાયા છે.

GPSCએ 2015-16થી 2019-20ના 5 વર્ષમાં 14,043 કર્મચારીઓની કાયમી રીતે ભરતી પરીક્ષાથી કરી છે. તેમાં ઘણાં એવા છે કે સરકારે નિમણૂકો આપી નથી. 2020માં ગુજરાત જાહેર સેવા આયોગ  2200 જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ કરવાની હતી. પણ કંઈ થયું નથી.

GPSCના અધ્યક્ષ દિનેશ દાસાએ પ્રજા સમક્ષ જુઠું બોલતા કહ્યું હતું કે,  RFO, DySO, GMDC, પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની ભરતી કરશે. કારણ કે 2019માં  કોઈ ભરતી થઇ શકી નથી.

ખાનગી કંપનીઓ સારી

સરકારી અધિકારીઓ કરતાં ખાનગી કંપનીઓમાં મોકરીઓ સારી છે. એક માત્ર Paytm કંપનીમાં 20,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. અમેરિકાની એક જ IT કંપની  2021માં 1 લાખ લોકોને લીધા છે. દેશની ટોચની ચાર IT કંપનીઓ 2022માં 1.6 લાખ ફ્રેશર્સને નોકરી આપશે એવી જાહેરાત કરી છે. 2021માં 82 હજાર ફ્રેશર્સની ભરતી કરી હતી. 

ગુજરાતમાં 35338 ફેક્ટરીઓની ખાનગી કંપનીઓમાં 2019માં 18.35 લાખ કર્મચારીઓ કામ કરતાં હતા. એક વર્ષમાં 50 હજાર કર્મચારીઓ વધ્ય હોવાનું સરકારી દસ્તાવેજ કહે છે.

સરકારનું ખાનગીકરણ

ગુજરાતમાં 2006થી ફીક્સ પગાર, કરાર આધારિત નોકરી અને આઉટસોર્સ પ્રથાને કારણે આજે 26 વિભાગ, 43 પ્રભાગ, 193 બોર્ડ નિગમ અને કંપનીઓ સહિત આખી સરકાર ફીક્સ પગાર, કરાર આધારિત કર્મચારીઓ અથવા આઉટસોર્સિંગથી ચાલે છે.

ભાવનગરની એમ. જે. સોલંકી એન્ડ એસોસિએટ્સ અને મે. ડી.જી. નાકરાણી એન્ડ એસોસિએટ્સ નામની બે એજન્સી જ આજે પણ સરકારના તમામ વિભાગો, બોર્ડ નિગમો સહિત આખા રાજ્યમાં આઉટસોર્સિંગથી ભરતી કરે છે.

આ એજન્સીઓ કર્મચારીઓને 50થી 60 ટકા જ પગાર ચૂકવતી હોવાથી ખુદ સરકારના જ શ્રમ અને રોજગાર વિભાગે આ એજન્સીઓને નોટિસ ફટકારી બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત પણ કરી હોવા છતા આ એજન્સીઓને સરકાર અન્ય વિભાગોમાં કામ આપી રહી છે.

માર્ચ 2021 સુધીના 3 વર્ષમાં 1.25 લાખ કર્મીઓની ભરતી કરી હોવાનું જુઠાણું પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભામાં ચલાવ્યું હતું. આઉટ સોર્સીંગથી ભરતી કરીને પુરેપૂરો પગાર આપીએ છીએ. કોઇપણ પ્રકારનું શોષણ કરતા નથી. લઘુત્તમ વેતન મુજબ જ પગાર આપીએ છીએ. એવું કહ્યું હતું. પણ તે જુઠાણું હતું.

ભરતી 11 માસના કરાર આધારે કરવામાં આવી છે. જેમાં ઇન્ટરવ્યુ દ્વારા સંપૂર્ણ પારદર્શીતાથી મેરીટના ધોરણે ભરતી કરીને નિમણૂંક આપવામાં આવે છે. એસ્ક્રો એકાઉન્ટથી સીધેસીધો પગાર એમના ખાતામાં જમા થાય છે. રાજ્યના આરોગ્ય, શિક્ષણ, પોલીસ, પંચાયત સહિતના વિભાગોમાં અમારી સરકારે 1.25 લાખથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા છે. આઉટ સોર્સીંગથી ભરતી કરી છે. આઉટ સોર્સીંગ માટે જે એજન્સીઓ 12 ટકા સર્વીસ ચાર્જ લેવાતો હતો એ અમે 5 ટકા કર્યો છે. જેના પરિણામે રૂ.10 કરોડની બચત કરી છે.

2014માં નગરપાલિકા નિયામક દ્વારા સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી કરાઈ હતી. 18 ઓક્ટોબર 2021માં સરકારે પંચાયતમાં15 વિભાગોમાં 13 હજાર કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. તલાટી મંત્રી, કારકૂન, લેબ ટેકનિશ્‍યન, વિસ્‍તરણ અધિકારી, આરોગ્‍ય કાર્યકર માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી પણ તેની કાર્યવાહી ડિસેમ્બર સુધી થઈ નથી.

સરકારે 100 દિવસના એકશન પ્‍લાનમાં સમાવેશ કર્યો પણ ભરતી તો થઈ નથી. નાણા વિભાગને તે મંજૂર નથી. સરકાર બદલાઈ અને ફરી ઓક્ટોબરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જુઠાણું ફેલાવ્યું હતું. ગુજરાત પોલીસમાં નવેમ્બર 2021માં 28 હજાર કર્મચારીઓની ભરતી કરશે એવી જાહેરાત કરી હતી.

રૂપાણીએ મે 2017માં કહ્યું હતું કે 67 હજાર કર્મચારીઓની નિમંણુક કરવામાં આવશે. જેમાં  17 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે. 24976 કર્મચારીઓની ગુજરાત પોલીસમાં ઘટ હતી ત્યારે તેમણે આ જાહેરાત કરી હતી.

પોલીસદળમાં સીધી ભરતી માટે વર્ષ 2009થી 2015 સુધીમાં 3 વખત ભરતી કરીને 32 હજાર પોલીસ જવાનોને લેવાયા છે.

2010માં 13527

2013માં 10218

2015માં 8450

2010થી 2017 દરમિયાન 25 હજાર જગ્યા ઊભી કરી છે. 2017માં 25 હજાર જગ્યા ખાલી હતી.

નિવૃત્તિ

નિવૃત કર્મચારી સામે ભરતી માત્ર 20 ટકા થાય છે.

8 લાખ કર્મચારીઓની જગ્યા ધરાવતી ગુજરાત સરકારમાં 2005 પછી નિવૃત્તિ વધી છે.

5 વર્ષમાં દર વર્ષે 15થી 17 હજાર કર્મચારીઓ વય નિવૃત્ત થયા છે.

2019માં સૌથી 19700 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા. પણ કાયમી કર્મચારી તેના 10 ટકા પણ ભરાયા નથી.

2020માં 17500 નિવૃત્ત થયા છે.

2021માં 18200 કર્મચારીઓ - અધિકારીઓ નિવૃત્ત થયા છે.

ભાજપ સરકાર ભરતી કરે છે તેના 10 ગણાં તો નિવૃત્ત થઈ જાય છે.

ગુજરાત સરકારના વહીવટમાં કાર્યકુશળ વરિષ્ઠ અધિકારીઓની એક મોટી ફોજ નિવૃત્ત થઈ ગઈ છે. સરકારના વિભાગોને અનુભવી વિભાગીય વડા મળવા મુશ્કેલ જણાઇ રહ્યાં છે. તેથી નિવૃત્તને કરાર પર ફરીથી નોકરીએ રાખવામાં આવે છે.

સ્થાનિક સરકારોમાં પણ વર્ષે 20 હજાર કર્મચારીઓ નિવૃત્ત થઈ જાય છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની કચેરીના આંકડા પ્રમાણે વર્ષે 4થી 5 હજાર  સરકારી શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યાં છે. 2021 અને 2022ના  બે વર્ષમાં 34 હજાર કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યાં છે.

વહીવટી માળખું વેરવિખેર બન્યું છે. સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેકનિકલ સ્કીલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ વર્તાઇ રહી છે. સરકાર અને સ્થાનિક સરકારોમાં વર્ષે 35થી 40 હજાર કર્મચારીઓ નિવૃત્ત થતાં હોવા છતાં ભરતી માત્ર 20 ટકા જ થાય છે. તેથી હયાત કર્મચારી પર કામનું ભારણ વધારે છે. તેથી પ્રજાના કામો થતાં નથી.

હાલ રાજ્ય સરકારના 2,06,447 પંચાયત વિભાગના 2,25,083, અન્ય કર્મચારીઓ 79,599 અને 4,50,509 પેન્શનરો મળી, અંદાજીત કુલ 9,61,638 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચનો જંગી પગાર આપવામાં આવે છે.

જિલ્લા

કેડર ખાલી છે

માંગણાપત્રક કરાવેલું છે 2700 જગ્યા ખાલી છે.

શાખા અધિકારીઓની 14 અધિકારીઓની સામે 4 અધિકારીઓ છે.

માહિતી અધિકારીઓ જ નથી.

3 જગ્યાનો ચાર્જ આપવામાં આવે છે.

સરકારની કામગીરી પર વિપરીત અસર

નીચેનો સ્ટાફ જ નથી.

અમદાવાદ હિસાબની 80 ટકા જગ્યા ખાલી છે.

3 તાલુકાઓના ચાર્જ એકાઉન્ટટ પાસે છે. નાણાકીય ચુકવાણુ થઈ શકતું નથી.

6 હજાર તલાટીઓની જગ્યા ખાલી છે. અઠવાડિયામાં બે દિવસ તો તાલુકા કક્ષાએ બેઠક હોય છે. દાખલા પ્રજાને આપી શકતા નથી.

 યોજનાઓ, ચૂંટણી, સરકારના તાયફા આવે છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – કેન્દ્ર સરકારની યોજનાઓ છે. જે સ્વતંત્ર કામ કરે છે. તેને જિલ્લા પંચાયતમાં ભેળવી દેવા માટે વિચારણા ચાલુ કરી છે. મનરેગા જેવી યોજનાઓ, સખી મંગળ,

80 ટકા જગ્યા ખાલી છે. ઘણીબધી યોજનાઓ બંધ થઈ શકે છે. મંજૂર થયેલું મહેકમ બાંધકામ શાખાને આપી દેવામાં આવે.

જિલ્લા પંચાયતમાં 165 કેડર છે. તલાટીથી લઈને .....

ગ્રામ વિકાસ એજન્સીમાં ગ્રામ વિકાસ, આવાસ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંયધરી યોજના, વિશ્વ બેંક સહાયિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના, મિશન મંગલમ, ડેરી અને પશુપાલન, એગ્રી કલ્યર અને હોટીકલ્યર,  આજીવિકા યોજના, મહિલા કિસાન સશકિતકરણ, આમ આદમી વિમા, સ્વચ્છ ભારત મિશન, નિર્મળ ભારત,  સામૂહિક શૌચાલય આવે છે. ગ્રામ્ય અર્થતંત્ર, ખેતી, સમાજિક બાબતો તેની સાથે જોડાયેલી છે. પ્રોવિડંટ ફંડનું કામ કરાર આધારિત કર્મચારીઓ કરે છે.

8થી 15 હજારમાં કરાર આધારિત કર્મચારીઓ કામ કરે છે. જેનાથી ભ્રષ્ટાચાર વધ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 17 હજાર જગ્યાઓ ખાલી છે, જે ભરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં 235 ટીડીઓ 140 જગ્યા ખાલી હતી. 85ને બઢતી આપી તે નિવૃત્ત થવામાં છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp