દરેક સરકારી બેંકોના ખાનગીકરણ માટે 10 વર્ષની યોજના બનાવે સરકારઃ ડી સુબ્બારાવ

PC: livemint.com

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ દરેક સકારી બેન્કોના ખાનગીકરણ માટે સરકારને 10 વર્ષનો એક પ્લાન કે રૂપરેખા તૈયાર કરવા પર વિચાર કરવા કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ રૂપરેખા બેન્કિંગ ઇન્ડસ્ટ્રી સંબંધિત દરેક સ્ટેક હોલ્ડર્સને એક જરૂરી અનુમાન જડારી કરાવશે. સુબ્બારાવે આગળ કહ્યું કે, સરકારી બેન્કોના ખાનગીકરણ માટે મોટો અપ્રોચ અપનાવવાની જરૂર નથી, પણ સાથે જ આ મુદ્દાને ધ્યાન પર રાખવાની પણ જરૂર છે.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આદર્શ રૂપથી અમારી પાસે દરેક સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા માટે કદાચ 10 વર્ષની સમયસીમામાં એક રૂપરેખા હોવી જોઇએ. તેનાથી દરેક સ્ટેકહોલ્ડર્સ કે હિતધારક સ્થિતિનું અનુમાન લગાવી શકાશે. સુબ્બારાવે કહ્યું કે, સરકારે સરકારી બેન્કોને કંપનીનું રૂપ આપવા વિશે પણ વિચારવું જોઇએ તે સમાન રિઝર્વ બેન્ક વિનિમયના દાયરામાં આવી જાય.

સુબ્બારાવ અનુસાર, સરકારી બેન્કોના ખાનગીકરણથી ભારતીય અર્થવ્યવસ્થા પર બે તરફથી અસર પડશે. તેમણે કહ્યું કે, સરકારી બેન્ક, સામાજિક ઉદ્દેશોને ચલાવવાના દાયિત્વથી મૂક્ત થઇને ખાનગી બેન્કો હેઠળ નફાને વધારવાનો પ્રયાસ કરશે. તેનાથી બેન્કિંગ સિસ્ટમની કુલ ક્ષમતા અ દક્ષતામાં સુધારો થશે.

તેમણે કહ્યું કે, જોકે, તેનાથી નાણાંકીય સમાવેશન અને ખેતી વાડી જેવા પ્રાઇમરી સેક્ટરને લોન આપવા જેવા સામાજિક ઉદ્દેશો અમુક હદ સુધી પ્રભાવિત થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2021-22માં કેન્દ્રીય બજેટમાં, સરકારી બેન્કોના ખાનગીકરણની ઘોષણા કરી હતી અને સરકારી સ્વામિત્વ વાળી કંપનીઓમાં રણનીતિક વિનિવેશ નીતિને મંજૂરી આપી હતી. સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ પહેલેથી ખાનગીકરણ અને વિનિવેશ માટે બનેલા સચિવોના કોક ગ્રુપને બે સરકારી બેન્કો અને એક વીમા કંપનીના ખાનગીકરણનો વિચાર આપી ચૂક્યા છે. વર્ષ 2020માં સરકારે 10 સરકારી બેન્કોને ચાર મોટી બેન્કોમાં વિલય કરી દીધો, જેનાથી સરકારી બેન્કોની સંખ્યા ઘટીને હવે 12 થઇ ગઇ છે.

સરકાર અન્ય સેક્ટરો જેવા કે, ડિફેન્સ, માઇનિંગ સેક્ટર્સમાં પણ વિનિવેશ માટે વિચાર કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટમાં ડિસઇનવેસ્ટમેન્ટ માટેના પ્રસ્તાવો રજૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp