ગૃહમંત્રી અમિત શાહે CM ડેશબોર્ડની મુલાકાત લીધી

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને CM ડેશબોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી. તેઓ ગુજરાતે વિજય રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી.એચ.શાહે આ ડેશબોર્ડની કામગીરીની વિગતોથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, સચિવ અશ્વિનીકુમાર વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp