ટ્રાન્સપોર્ટ વાહનો માટે વાહન વ્યવહાર કમિશ્નર કચેરીથી મહત્ત્વના સમાચાર

PC: timesofindia.indiatimes.com

રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમીટ, રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ તથા રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરવામાં આવી છે એમ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની યાદીમાં જણાવાયું છે.

આ ત્રણેય સેવાઓ લેવા માટે અરજદારે જરૂરી આધાર પુરાવા સાથે parivahan.gov.in પર પરમીટ સંબધી અરજી કરી ઓનલાઇન ફી અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ આરટીઓ કક્ષાએ વેરીફીકેશન થયા બાદ અરજદારે નેશનલ પરમીટ પોર્ટલ પર ફી ભરવાની રહેશે. ત્યારબાદ આરટીઓ કક્ષાએ અરજીનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે. ફાઇનલ એપ્રુવલ થયા બાદ વાહન માલિક ઓનલાઇન parivahan.gov.in પરથી પરમીટ/ઓથોરાઇઝેશનની પ્રિન્ટ કાઢી શકાશે એમ વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp