ગુજરાતને કેન્દ્ર સરકારની આ વર્ષની ચોથી ભેટ મળી

PC: twitter.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને મંત્રી રવિશંકર પ્રસાદનો હ્વદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગનો દરજ્જો સુધારીને તેને ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફરમેટીકસ કરવાનો નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ આ નિર્ણયને સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ગણાવ્યો છે.

વડાપ્રધાને ગુજરાતની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને જાન્યુઆરી-2020માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સનો દરજ્જો આપ્યો છે. ત્યાર બાદ આ વર્ષના જ કેન્દ્રીય બજેટમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે આ સતત ચોથી ભેટ તેમણે ગુજરાતને આપી છે.

રાજ્યમાં સેટેલાઇટના માધ્યમથી એગ્રીકલ્ચર, સોઇલ એન્ડ લેન્ડ યુઝ, અર્બન લેન્ડ યુઝ, વોટર રિર્સોસીસ, વોટરશેડ, વન પર્યાવરણ, જિઓલોજી, મરિન એપ્લીકેશન્સ વગેરેમાં વિકાસ આયોજન અને વિકાસકાર્યોથી સોશિયો-ઇકોનોમીક ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં ર003થી આ ઇન્સ્ટિટ્યૂટની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ભારત સરકારે આ ઇન્સ્ટિટ્યૂટને નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવાને પરિણામે હવે આ પ્રકારની કામગીરી માટે રાષ્ટ્રીય ફલક મળતું થશે.

આના પરિણામે કામગીરીની સુગમતા માટે પ્રવૃત્તિઓનો વ્યાપ અને અમલીકરણ વિસ્તારાશે. વિસ્તૃત કરાયેલી પ્રવૃત્તિઓના અમલીકરણમાં સુવિધા માટે જીઆઇએસ(GIS) પ્રોજેકટસનો કાર્યક્ષમ પ્રારંભ કરાશે તથા પ્રવૃત્તિઓના વ્યાપ અને અમલીકરણ માટે સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે સહાય અપાશે અને અવકાશ (સ્પેસ)ને લગતા નિર્ણયોની સપોર્ટ સિસ્ટમ મારફતે વિકાસ, આયોજન અને સુશાસન માટે સુગમતા પણ ઉભી થશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત સરકારના બહુધા વિભાગો અને કેન્દ્ર સરકારના ર0 થી વધુ મંત્રાલયો તથા અનેક રાજ્યની સરકારો ગુડ ગર્વનન્સના હેતુસર સ્પેસ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ ટેકનોલોજીના ઉપયોગ માટે બાયસેગની મદદ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp