રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની 50 લાખની સહાયની જાહેરાત

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેનીસમગ્ર દેશની લડાઇમાં સહયોગી થઇને માનવતાના આ કાર્યમાં દેશવાસીઓ વધુને વધુ આગળ આવે તેવી પ્રેરક ભાવના સાથે પોતાના વિવિકાધિન ફંડમાંથી પ્રધાનમંત્રીના રાહત ફંડPM CARES – Prime minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund માં રૂ. 25 લાખ અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 25 લાખ એમ કુલ મળીને રૂ. 50 લાખની સહાયની જાહેરાત કરી છે.

રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું છે કે કોરોનાની મહામારીના સામના માટે સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સેવા અને સહકારની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની જહેમતના પરીણામે શ્રેષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સામેની સમગ્ર રાષ્ટ્રની આ લડાઇમાં સૌ નાગરિકો ઉદાર હાથે સહયોગ આપી નાગરિક ધર્મ બજાવે તેવી અપીલ પણ આ તકે રાજ્યપાલે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp