ગુજરાતના કરાર આધારીત કર્મચારીઓની દિવાળી સુધરી, વેતનમાં જાણો કેટલો વધારો થયો

PC: plus.google.com/+VijayRupanibjp

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું છે કે, કર્મચારીઓના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ કર્મચારી હિતલક્ષી નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે નેશનલ હેલ્‍થ મીશન અંતર્ગત કરાર આધારીત કામ કરતાં કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ વધારો થવાથી કર્મચારીઓને પ્રતિ માસ રૂા.1500 થી 5000નો વેતન વધારો મળશે, આના કારણે રાજ્ય સરકારને વાર્ષિક વધારાનું અંદાજે રૂા.34 કરોડનું ભારણ થશે.

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, સમાન કામ, સમાન વેતન અને મહેનતાણા માટે મળેલ રજૂઆતોને ધ્‍યાને લઇને રાજ્ય સરકારે આ મહત્ત્‍વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ આયુષ તબીબો, કાઉન્‍સેલર, સ્‍ટાફનર્સ અને ફીમેલ હેલ્‍થ વર્કર, ફાર્માસીસ્‍ટ, સુપરવાઇઝર, લેબ.ટેક્નિશિયન, એક્સ-રે ટેક્નિશિયન, ટી.બી.હેલ્‍થ વીઝીટર તેમજ વહીવટી સ્‍ટાફ સહિતની 90થી વધુ વિવિધ સંવર્ગોના 14500 થી વધુ કર્મચારીઓને આ લાભ મળશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્ત્‍વના નિર્ણયનો લાભ કર્મચારીઓને 1લી એપ્રિલ-2018 થી એરીયર્સ સાથે આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp