ગુજરાત સરકાર જાણવા માગે છે કે મૃતદેહો તો દારૂ પીતા નથી ને?

PC: publicbroadcasting.net

ગુજરાતમાં દારૂબંધીના નિયમો બહુ વિચિત્ર છે. દારૂબંધીના મામલે ખુદ ગુજરાત સરકાર જ અસ્પષ્ટ હોય તેવું લાગી રહ્યું છે. આમ તો ગુજરાતમાં દારૂ પીવો ગેરકાયદે છે પણ ગુજરાત સરકારે ગુજરાતના વગદાર અને શ્રીમંતોને દારૂ પીવા માટે હેલ્થ પરમિટના નામે દારૂ પીવાનો પરવાનો આપ્યો છે. જો કે છેલ્લાં ચાર મહિનાથી ગુજરાતનું નશાબંધી વિભાગ હેલ્થ પરમિટના નવા નિયમો બનાવી રહ્યું છે, પણ નિયમ કેવા હોવા જોઈએ તેની કોઈ સ્પષ્ટતા અધિકારીઓ પાસે નહીં હોવાને કારણે નવા નિયમોની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફરી રહી છે.

ગુજરાતમાં જેમની પાસે હેલ્થ પરમિટ હતી અને તેમનો નિયત સમય પૂરો થઈ ગયો હતો તેમની પરમિટ છેલ્લાં ચાર મહિનાથી રિન્યૂ થઈ રહી નથી. આ ઉપરાંત જેમણે નવી પરમિટ માગી હતી જેમની કાર્યવાહી પણ રોકી દેવામાં આવી છે, કારણ સરકારી બાબુઓને નિયમ બનાવતા ચાર મહિના લાગી ગયા છે. તેનો સીધો અર્થ સ્પષ્ટ છે કે જેમની પાસે પરમિટ હતી, પણ સરકારી બાબુઓની અનિર્ણાયકતાને કારણે જેમની પરમિટ અટકી ગઈ છે, તેમણે દારૂ પીવાનું બંધ કર્યું નથી પણ તેમણે બુટલેગરો પાસેથી દારૂ ખરીદવાનું શરૂ કરી દીધું છે.

સરકારી અધિકારીના મનમાં જે તુક્કા આવે તે કાયદો બની જાય છે. હાલમાં એક નવો તુક્કો આવ્યો કે જેમની પાસે હેલ્થ પરમિટ છે અને જો તેમની ઉમંર 70 અથવા તેના કરતા વધુ છે તો તેમણે તેઓ જીવિત છે તેવું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. આપણે ત્યાં મૃતદેહો ક્યારે દારૂ પીતા નથી. હેલ્થ પરમિટના નિયમ પ્રમાણે જેમની પાસે પરમિટ છે તેમણે દારૂ ખરીદવા નિર્ધારિત સ્ટોરમાં જવું પડે છે, ત્યાં બાયોમેટ્રીક સીસ્ટમ છે. ત્યાં પોતાની ફિંગર પ્રિન્ટ મેચ થાય તો જ દારૂ મળે છે. જો પ્રિન્ટ મેચ થાય નહીં તો જેમની પરમિટ છે તેમના નામે OTP જનરેટ થાય છે. આમ માણસ જીવિત હોય તો પરમિટ ઉપર દારૂ મળે છે, છતાં નશાબંધી વિભાગે 70 કરતા વધુ વયધારકો પાસેથી જીવિત હોવાનું પ્રમાણપત્ર માગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp