ગુજરાત પોલીસ દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરશે એનો જનતાને શું ફાયદો

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરીકો માટે ગુજરાત પોલીસ એક પ્રસંશનીય પહેલ કરવા માટે જઇ રહી છે. ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરીથી સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે. પ્રજા અને પોલીસ વચ્ચે અંતર ઘટે એવા આશયથી આ કેન્દ્ર શરૂ થશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ કહ્યું છે.
દરેક પોલીસ સ્ટેશનમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, 181 અભયમ અને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આ ચારેય હવે એક જ છત નીચે કામ કરશે જેને સાંત્વના કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે.
આ સાંત્વના કેન્દ્રમાં મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પોલીસ સંવેદનશીલતા અને સહાનુભુતિથિ સાંભળશે અને તેમની મુશ્કેલી સમજીને મફત કાનુની માર્ગદર્શન પણ પુરુ પાડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp