ગુજરાતના ખેડૂતોને અષાઢી બીજ સુધીમાં 1.45 લાખ વીજ જોડાણો પૂરા પડાશેઃ સૌરભ પટેલ

PC: facebook.com/pg/SaurabhPatel.Dalal

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને ગુણવતાલક્ષી વીજળી મળી રહે તે માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. આગામી અષાઢી બીજ સુધીમાં 1.45 લાખ ખેડૂતોને વીજ જોડાણ પુરા પાડવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. તેમણે પટેલે ઉમેર્યું કે, રાજ્યના નાણાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંદાજપત્રમાં ખેડૂતો વીજ જોડાણો પુરા પાડવાની જાહેરાત કરી છે અને સમયસર પુરા કરીને તમામ વીજ જોડાણો પુરા પાડવામાં આવશે.

રાજ્યમાં હાલ 1,45,433 વીજ જોડાણો આપવાના બાકી છે જે પૈકી 31,551 લોકોએ પૈસા ભરી દીધા છે જેના કામો પ્રગતિમાં છે જે સત્વરે પૂર્ણ કરાશે. સાથે સાથે 7,248 જેટલા ખેડૂતોને વીજ જોડાણો માટેના અંદાજો આપી દેવાયા છે જેના નાણાં ભર્યેથી તે જોડાણો પણ સત્વરે પુરા કરાશે તથા 1,06,634 જોડાણો નોંધણી થયેલ છે અને અંદાજપત્ર આપવાના બાકી રહે છે તે વીજ જોડાણો આવનાર સમયમાં પુરા પાડવાનું આયોજન છે આમ કુલ મળી 1,45,433 વીજ જોડાણો આગામી અષાઢી બીજ સુધીમાં આપી દેવાનું આયોજન છે.

વધુમાં, જે વીજ જોડાણો બાકી છે તેમાં વર્ષ-2017 પહેલાના 4,135, વર્ષ-2018ના 49,677 તથા જુન-2019 સુધીમાં 52,821 વીજ જોડાણો આપવાના બાકી છે તેમ વિધાનસભા ગૃહમાં તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp