અમદાવાદ પાલિકાની આ સુવિધાઓમાં બે ગણાથી લઇ સો ગણા સુધી વધારો

PC: khabarchhe.com

 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરીકોને આપવામાં આવતી બી.યુ.પરમીશનની નકલ,રજા ચિઠ્ઠીની નકલ,મતદાર યાદીની નકલના દરોમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદની દરખાસ્ત પસાર કરાઈ છે.આ મંજુરીથી લોકો પર કેટલો બોજ પડશે અને અમપાને કેટલી આવક થશે એ અંગે ચોકકસ માહિતી ન હોવાનુ સ્થાયી સમિતિના ચેરમેને કહ્યુ છે.

સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સેન્ટ્રલ રેકર્ડ તરફથી અમદાવાદ શહેરના લોકોને આપવામાં આવતી વિવિધ નકલોના દર વર્ષ-૧૯૯૯ના વર્ષમાં મંજુર કરાયા હતા એ લેવામાં આવી રહ્યા હોઈ આજે વીસ વર્ષમાં વધેલા દરોની સરખામણીએ હાલ લેવામાં આવતા દર ખુબ જ નજીવા હોવાનુ કારણ આગળ ધરીને આ દરોમાં વધારો કરવાની સ્થાયી સમિતિની મંજુરી માંગવામાં આવી હતી. હાલ સેન્ટ્રલ રેકર્ડ વિભાગ તરફથી શહેરીજનોને જન્મની નકલ,મરણની નકલ,મતદાર યાદીની નકલ,બી.યુ.પરમીશનની નકલ સહીતની અન્ય નકલો પુરી પાડવામાં આવી રહી છે.જે સામે વધતો સ્ટેશનરીનો ખર્ચ,છપામણીનો ખર્ચ અને વહીવટી ખર્ચમાં પણ વધારો થયો હોવા છતાં અમપાએ વીસ વર્ષમાં કોઈ દર વધારો ન કર્યો હોવાનુ દરખાસ્તમાં કમિશનરે કહ્યુ હતુ.અમપામાં પણ ઔડા દ્વારા લેવામાં આવી રહેલા દર મુજબ રાખવા મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત પસાર કરાતા શહેરીજનો ઉપર ભારે બોજ પડશે.

 ટીડીઓ પ્લાન-નકશાની ફી પ્રતિ એક ચો.ફૂટના પ્રતિ પ્લાન બ્લેક એન્ડ વ્હાઈટ અને એમોનિયા પ્રિન્ટ ૭૫ રૂપિયા રૂપિયાથી  ૧,૦૦૦,બી.યુ.પરમીશનની નકલ ૧૦ રૂપિયાથી વધીને  ૧૦૦ રૂપિયા,રજા ચિઠ્ઠીની નકલ ૧૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા,રોડ લાઈન નકલ ૧૦૦ રૂપિયાથી ૨૦૦ રૂપિયા,ડીપોઝીટ ૧૦૦ રૂપિયાથી ૨૦૦ રૂપિયા,મતદાર યાદીની નકલ ૧૦ રૂપિયાથી ૫૦ રૂપિયા,ડીમાન્ડ દાખલાની નકલ ૧૦ રૂપિયાથી ૫૦ રૂપિયા,ટેકસ ઠરાવની નકલ ૧૦ રૂપિયાથી ૫૦ રૂપિયા, સ્ટે.-બોર્ડ ઠરાવની નકલ ૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા,ગુમાસ્તાધારાની નકલ ૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા,જીડીએસટીની નકલ ૧૦ રૂપિયાથી વધી ૧૦૦ રૂપિયા કરાઇ છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp