53મી વાર IAS અશોક ખેમકાનું ટ્રાન્સફર, ટ્વીટર પર જાણો શું કહ્યું

PC: google.com

હરિયાણા કેડરના વરિષ્ઠ IAS ઓફિસર અશોક ખેમકાનું આજે 53મી વાર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે 1991 બેચના વરિષ્ઠ IAS અશોક ખેમકાને આ વખતે અભિલેખ, પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાના પ્રધાન સચિવ બનાવ્યા છે. આ પહેલા માર્ચ મહિનામાં ખેમકાનું ટ્રાન્સફર કરીને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગમાં કરવામાં આવ્યું હતું.

આજે 53મી વાર ટ્રાન્સફર બાદ ટ્વીટર પર અશોક ખેમકાએ લખ્યું હતું કે, फिर तबादला. लौट कर फिर वहीं. कल संविधान दिवस मनाया गया. आज सर्वोच्च न्यायालय के आदेश एवं नियमों को एक बार और तोड़ा गया. कुछ प्रसन्न होंगे. अंतिम ठिकाने जो लगा, ईमानदारी का ईनाम जलालत.

કોણ છે અશોક ખેમકા?

અશોક ખેમકા 1991 બેચના હરિયાણા કેટરના IAS ઓફિસર છે.

28 વર્ષના કરિયરમાં ખેમકાનું 53 વાર ટ્રાન્સફર થઇ ચૂક્યું છે.

ગુરુગ્રામમાં રોબર્ટ વાડ્રા વિરુદ્ધ લેન્ડ ડીલ સાથે જોડાયેલી તપાસને કારણ અશોક ખેમકા ચર્ચામાં આવ્યા હતા.

નવેમ્બર 2014મા તત્કાલીન હુડ્ડા સરકારે રોબર્ટ વાડ્રા અને DLFના લેન્ડ ડીલ સાથે જોડાયેલા ખુલાસા બાદ ખેમકાનું ટ્રાન્સફર પરિવહન વિભાગમાં કરી દીધું હતું.

કહેવાય છે કે, અશોક ખેમકા જે વિભાગમાં જાય છે, ત્યારે કૌભાંડને બહાર લાવે છે. જેને લીધે તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp