1 ડિસેમ્બરથી ગાડી પર FASTag નહીં હોય તો જાણો કેટલો દંડ ભરવો પડશે

PC: nhai.gov.in

આગામી તા.1 ડિસેમ્બરથી ઈલોક્ટ્રોનિક્સ ટોલ લેનમાં ધુસવું ભારે થઈ પડશે. જેઓ FASTag વગર આ લેનમાં આવશે તો તેમણે બમણો ટોલ ટેક્સ ભરવો પડશે. સરકાર 100% ટોલ ક્લેક્લશનને ઈલેક્ટ્રોનિક માધ્યમથી એકઠું કરવાના મૂડમાં છે. આ માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. પરિવહન મંત્રાલયે આ વર્ષની શરુઆતમાં જ આ મુદ્દે એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તા.1 ડિસેમ્બરથી દેશભરના દરેક નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાની દરેક લેન ઈલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન ઈન્ફ્રાસ્ટ્રકચરથી લેસ રહેશે. જેથી ટોલ પ્લાઝા પર લોકોને વધુ સમય માટે લાઈનમાં ઊભું રહેવું ન પડે.

શું છે FASTag સિસ્ટમ?

FASTagનો અર્થ થાય છે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેગ. જે ગાડીની વિન્ડ ગ્લાસ પર લગાવી દેવામાં આવશે. જે બેન્ક એકાઉન્ટ અથવા નેશનલ હાઈવો ઓથોરિટીના પેમેન્ટ વોલેટ એકાઉન્ટ સાથે જોડાયેલો રહેશે. જેનાથી ફોર વ્હિલર્સને ટોલ લાઈનમાં લાંબા સમય સુધી છૂટા પૈસાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત વધુ વખત સુધી લાઈનમાં પણ ઊભું રહેવું નહીં પડે. ટોલટેક્સની રકમ આપમેળે ખાતામાંથી બાદ થઈ જશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, જેમ જેમ ડિસેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે તેમ અમે લોકોને FASTag અંગે વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. આ માટે ખાસ એક ગાઈડલાઈન બાહર પાડવામાં આવી છે. જે ગાડીના વિન્ડ ગ્લાસ પર કોઈ FASTag લાગેલું નહીં હોય તેમની પાસેથી બમણી કિંમત વસુલ કરવામાં આવશે.

ફરજિયાત કરવાનો પ્લાન

સરકારનો પ્લાન FASTag સિસ્ટમને ફરજિયાત કરવાનો છે. જે દેશના દરેક હાઈવે પરના ટોલટેક્સ પર લાગુ થશે. નેશનલ હાઈવે ફી નિયમ 2008 અંતર્ગત નેશનલ હાઈવે પરના કોઈ પણ ટોલ પ્લાઝા પર FASTag માટે FASTag લેન રિઝર્વ છે. જો કોઈ ફોર વ્હિલર્સ FASTag વગર આ લેનમાંથી પસાર થશે તો તેણે બમણો ટોલટેક્સ ભરવાનો રહેશે. નેશનલ હાઈવે પરના દરેક ટોલ પ્લાઝા પર ગાડીઓના નિરિક્ષણ માટે એક હાઈબ્રીડ લેનને મંજૂરી આપવામાં આવશે. જ્યાં FASTag અથવા બીજા કોઈ માધ્યમથી પેમેન્ટ આપવાનું રહેશે. આ યોજનાને એક પૂર્વ આયોજન સાથે અમલી બનાવવામાં આવશે.

ખાસ અધિકારીઓની જવાબદારી

દેશભરમાં આ સિસ્ટમ લાગુ કરવા માટે કડક અમલવારી કરવામાં આવશે. માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ગત અઠવાડિયે ટોલ પ્લાઝા પર 100% ETC લાગુ કરવા માટે ખાસ અધિકારીઓની નિમણૂંક કરી છે. જેઓ આ અંગે નિરિક્ષણથી લઈને FASTag ચેકિંદી સુધીની જવાબદારી સંલગ્ન મુદ્દાઓની ચકાસણી કરશે. દેશના મંત્રાલયે સિસ્ટમમાં ફેરફારનું નિરિક્ષણ અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે હાથ મિલાવીને કેટલાય રાજ્યમાં કેન્દ્રીય પ્રભારી અધિકારીની નિમણૂંક કરી છે. જેનું સંચાલન NHAI કરી રહી છે. મોટા ભાગના કોર્મશિયલ વ્હિકલે FASTag સિસ્ટમને સ્વીકારી લીધી છે. જ્યારે પ્રાયવેટ પાસિંગની ગાડીઓના માલિક કેશ ટોલિંગથી છૂટકારો મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

દરેક વ્હીકલને માહિતી

નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પરથી પસાર થતી દરેક ગાડીઓને આ FASTag માટે માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત FASTagને મોબાઈલની જેમ રીચાર્જ પણ કરી શકાશે. જોકે, રસ્તાઓને લઈને પ્રજાની માગ પણ છે કે, રસ્તાઓ સારા કરવામાં આવે. આ ઉપરાંત યોગ્ય જગ્યાએ દરેક વ્હિલર્સ ટર્ન લઈ શકે એ માટે ડાઈવર્ઝન પોઈન્ટ પણ રાખવામાં આવે. ટોલ ટેક્સ બુથ પર અનેક વખત માથાકુટ થયેલી છે જેને લઈને ટોલ પ્લાઝા અડ્ડા સમાન બની ગયા છે. આ માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp