26th January selfie contest

પોલીસ જો થોડુંક કામ કરે તો લોકોના જીવનમાં આવું સારૂં પણ થાય

PC: Safalta.com

રાજ્યના દૂરના વિસ્તારમાં તો ઠીક પણ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ સામાન્ય માણસને સારું જીવવા માટે કેટલી જદ્દોજહદ કરવી પડે છે તેનું આ એક નાનકડું ઉદાહરણ છે, પણ જો પોલીસ થોડીક નાની મદદ કરે તો પણ સામાન્ય માણસની જિંદગી બદલાઈ શકે છે. અમદાવાદના સમૃદ્ધ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રામદેવનગર નામની વસાહતમાં વર્ષોથી દારૂ અને ગાંજોનું વેચાણ અને સેવન થઈ રહ્યુ હતું, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે ચાલી રહેલા આ ધંધાને અટકાવવામાં પોલીસને કોઈ રસ નહોતો, પણ રામદેવનગરની બાવરી સમુદાયની મહિલાઓ મોરચો માંડતા હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

રામદેવનગરની વસાહત ગુજરાતનો હિસ્સો જ ના હોય તેવી સ્થિતિ હતી, રામદેવનગરમાં ઠેર ઠેર દારૂ અને ગાંજાનું વેચાણ થતું હતું, જેનો સૌથી પહેલો શિકાર રામદેવનગરમાં રહેતા પુરૂષો બનતા હતા, કિશોરથી લઈ વૃદ્ધો સુધી તમામ દારૂ અને ગાંજાના વ્યસની બની ગયા હતા જેના કારણે પુરૂષો આખો દિવસ મહેનત કરી જે કઈ પૈસા કમાય તે સાંજે ઘરે આપવાને બદલે વ્યસનમાં ખર્ચી નાખતા હતા, દારૂ અને ગાંજામાં સારા પૈસા મળતા હોવાને કારણે સ્કૂલે જતા બાળકો પણ ગાંજાના કેરીયર તરીકે કામ કરવા લાગ્યા હતા, આ ઉપરાંત શહેરના અનેક યુવાનો પણ દારૂ-ગાંજો લેવા માટે રામદેવનગર આવવા લાગ્યા હતા.

આ સ્થિતિને કારણે બાવરી સમાજની સ્ત્રીઓ ત્રાહિમામ પોકારી ગઈ હતી કારણ ઘરમાં પૈસા આવવાના બંધ થઈ ગયા હતા, રામદેવનગરની વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ પાસે આ મામલો પહોંચ્યો હતો પરંતુ મંચના આગેવાન મીત્તલ પટેલનો મત હતો કે બાવરી સમુદાય આ સ્થિતિ સામે લડવા માગે છે તો તેમણે પોતાની લડાઈ જાતે જ લડવી પડશે, આખરે સમુદાયની મહિલાઓ લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો પણ લડાઈ સહેલી નહોતી, પોલીસ મદદ કરવા તૈયાર નહોતી, અને જેઓ આ બે નંબરના ધંધામાં જોડાયેલા છે તેઓ મહિલાઓ આ લડાઈ બંધ કરી દેવા ધમકી આપી રહ્યા હતા તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઘરના પુરૂષો જ આ લડાઈનો વિરોધ કરી રહ્યા હતા.

આટલી વિડંબણાઓ વચ્ચે મહિલાઓ મંચ સાથે મળી રેલીઓ કાઢવાની શરૂઆત કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યુ નહીં આખરે પોલીસ અને પ્રજાનું ધ્યાન દોરવા માટે બાવરી સમુદાયની મહિલાએ રામદેવનગરના પ્રવેશ દ્વાર ઉપર જ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો છે.જો પોલીસ અમને થોડીક મદદ કરશે તો અમે આ વ્યસનને અમારા ઘરમાંથી કાયમ માટે ભગાડી દઈશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp