શું ફિંગરપ્રિન્ટ ન આવે તો આધારકાર્ડ નહીં મળે? વિકલ્પ છે પરંતુ તેની વ્યવસ્થા નથી

PC: https://www.tv9hindi.com

વ્યક્તિની ઓળખ માટે આધાર કાર્ડ અનિવાર્ય છે. મોટી ભાગની જગ્યાએ આધાર કાર્ડને પ્રુફ તરીકે આપવું પડે છે.ઘણા બધા લોકોએ આમ તો આધાર કાર્ડ બનાવી લીધા છે, પરંતુ જેમના નથી બન્યા એમણે આ ખાસ વાંચવા જેવું છે. ઘણા લોકોની  ફિંગર પ્રિન્ટ નહીં આવવાને કારણે મુશ્કેલી ઉભી થાય છે. ફ્રિંગર પ્રિન્ટ ન આવે તો અન્ય વ્યવસ્થા છે, પણ આમ છતા લોકોએ વારંવાર ધક્કા ખાવા પડે છે.

જાણવા મળેલી માહિતી મુજબ આધાર કાર્ડ કઢાવતી વખતે કેટલાંક લોકોની ફિંગર પ્રિન્ટ આવતી જ નથી. બિમારી કે હાથ ઘસાઇ જવાને કારણે કોઇક વાર એવું બનતું હોય છે.તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે કેટલાંક લોકોની ફિંગર પ્રિન્ટ આવતી નથી. તો આવા લોકોના આધાર કાર્ડ કેવી રીતે બને છે?  કેવી રીતે તેની ઓળખ કે પૃષ્ટિ થઇ શકે?  તો આ પ્રક્રિયાની તમને માહિતી આપીશું.

જે વ્યકિતઓ ફિંગર પ્રિન્ટ નહીં આપી શકે અથવા ન આવે તેના માટે Unique Identification Authority of India(  UIDAI)એ ખાસ વ્યવસ્થા કરી છે. આવા લોકોના આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા જાણતા પહેલા તમને એ જણાવીએ કે કયા કયા લોકોની ફિંગર પ્રિન્ટ નથી આવી શકતી.

હકિકતમાં, કેટલાંક લોકોને એડરમેટોગ્લીફિયા નામની એક બિમારી હોય છે, જે લોકોમાં આ રોગ હોય તેમની ફિંગર પ્રિન્ટ નથી આવી શકતી. બહુ ઓછા લોકોને હોય છે આવી બિમારી, જેમાં વ્યકિતિના બનેં હાથમાં એક ખરબચડી પડ બની જાય છે જેને કારણે હાથમાંની રેખા ખતમ થઇ જાય છે, જેને કારણે તેમની ફિંગર સ્કેન થઇ શકતી નથી. ઉપરાંત કેટલાંક લોકોની આંગળી ન હોવાને કારણે અથવા કપાઇ જવાને કારણે પણ ફિંગર પ્રિન્ટમાં મુશ્કેલી ઉભી થતી હોય છે. સાથે કેટલાંક લોકોના એવા કામ હોય છે જેમાં આંગળીઓ પર ખાસ્સા નિશાન બની જતા હોય છે તેમની પણ ફિંગર પ્રિન્ટ નથી આવી શકતી.

હકિકતમાં, આધાર કાર્ડ બનાવવા માટે ફિંગર પ્રિન્ટની આવશ્યકતા હોય છે.  પરંતુ આવા લોકો ફિંગર પ્રિન્ટ આપી શકતા નથી એટલે UIDAI  દ્રારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં એક એવી એક વિશેષ જોગવાઇ  છે અને એક ફોર્મ ભરવું પડે છે, એ પછી ફોટો ના આધારે જ ઓળખ કરી લેવામાં આવે છે. UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. સાથે જ આવા લોકોના ફોટા અને આંખોની રેટિનાના આધાર પર પણ પૃષ્ટિ કરવામાં આવે છે.

ફોટો અને આંખોની રેટિનાનું ઓપ્શન હોવા છતાં ઘણી વખત લોકોએ અનેક ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું કારણ એ છે કે બધી જગ્યાએ રેટિના ચેક કરવા માટેની મશીનો નથી. ફોટાના આધારે ઓળખ કરવાની વ્યવસ્થા છે પરંતુ હાજર સ્ટાફને માન્ય નથી રાખતો. એટલે લોકોએ ધક્કા ખાવા પડે છે. આધારના ઉચ્ચ અધિકારીઓએ આ અંગેની વ્યવસ્થા અને સ્પષ્ટતા કરવી જોઇએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp