હવે નગર પાલિકાના આઉટસોર્સિંગ અને કરારના કર્મીઓને પણ ESIનું વીમા કવર, આ લાભો મળશે

PC: ndtv.com

શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે કર્મચારી રાજ્ય વીમા નિગમના સ્વાસ્થ્ય વીમાનો લાભ મ્યુનિસિપલ કોર્પોકેશનમાં કામ કરનારા દરેક કરાર અને આકસ્મિક સેવા કર્મીઓને પણ મળશે. દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નગર પાલિકાઓ અને મહાનગર પાલિકા મોટી સંખ્યામાં કેઝ્યુઅલ અને કરાર પર કર્મચારીઓને રાખે છે. કારણ કે આ પાલિકાના નિયમિત કર્મચારીઓ હોતા નથી, માટે તેઓ સામાજિક સુરક્ષાના દાયરામાંથી બહાર હોય છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ મૂંઝવણના સમાધાન માટે કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ 1948 હેઠળનો દાયરો વધારીને તેમાં દરેક કેઝ્યુઅલ અને કરાર હેઠળના કર્મચારીઓને સામેલ કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, ESICએ ESI કાયદા હેઠળ દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારો સમક્ષ આ મામલાને લઇ આદેશ આપવાનું કહેવામાં આવ્યું છે જેથી તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા નગર પાલિકામાં આકસ્મિક સેવા અને કરાર હેઠળના કર્મીઓના વીમા કવરને લઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવે.

નિવેદન અનુસાર, આ હદ હેઠળ એવા કેઝ્યુઅલ અને કરાર હેઠળના કર્મીઓને સામેલ કરવામાં આવશે, જે કેન્દ્ર સરકારના ESI કાયદા, 1948 હેઠળ પહેલાથી જ અધિસૂચિત કાર્યાન્વિત ક્ષેત્રોમાં છે. દિલ્હી માટે કેન્દ્ર સરકારના ESI કાયદા હેઠળ ઉપયુક્ત સરકાર હોવાના કારણે શ્રમ અને રોજગાર મંત્રાલયે દિલ્હીના એનસીટીમાં નગર પાલિકામાં નિયમિત રીતે કામ ન કરનારા કર્મચારીઓને ESI કાયદા હેઠળ કવર માટે પહેલા જ 7 જૂન 2021ના રોજ પહેલા જ નોટિફિકેશન બહાર પાડી દીધી છે.

એકવાર સંબંધિત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની ESI કવર માટે નોટિફિકેશન બહાર પાડ્યા પછી નગર પાલિકામાં કામ કરનારા કેઝ્યુઅલ અને કરાર હેઠળના કર્મચારીઓ ESI કાયદા હેઠળના ઉપલબ્ધ લાભોને પ્રાપ્ત કરી શકશે.

આ લાભોમાં બીમારીનો લાભ, માતૃત્વ લાભ, વિકલાંકતા લાભ, આશ્રિતનો લાભ અને અંતિમ સંસ્કારનો ખર્ચ વગેરે સામેલ છે. આ ઉપરાંત આ કર્મચારી આખા દેશમાં ESI સુવિધાઓના વિશાળ નેટવર્ક એટલે કે 160 હોસ્પિટલો અને 1500થી વધારે ઔષાધાલયોના માધ્યમથી ચિકિત્સા સેવાઓનો લાભ લેવા માટે પાત્ર ગણાશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, નગર પાલિકાની સાથે કામ કરનારા આઉટસોર્સિંગ અને કરાર હેઠળના કર્મીઓને વીમાની સામાજિક સુરક્ષા યોજના હેઠળના લાભ અગત્યના છે. જે નબળા વર્ગને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં એક લાંબો રસ્તો નક્કી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp