આ IPS ઓફિસરે કેમ આપવું પડ્યું ચોથી વાર રાજીનામું

PC: twitter.com

કર્ણાટકના IPS ઓફિસર પી રવિન્દ્રનાથે તેમના કરિયરમાં ચોથી વાર રાજીનામું આપ્યું છે. રવિન્દ્રનાથ છેલ્લા થોડા સમયથી ન્યુઝમાં છે. તેમણે એક લેટર લખીને આ વિશેની જાણકારી આપી છે. તેમનું હાલમાં જ કર્ણાટકની પોલિસ ટ્રેનિંગ વિંગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

સારું કામ કરવા બદલ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દેશમાં જ્યારે થોડા-થોડા દિવસે નવા-નવા વિવાદો થઈ રહ્યાં છે ત્યારે પોલીસ તેમનું કામ પ્રામાણિકતાથી કરે એ ખૂબ જ જરૂરી છે. જોકે સારું કામ કરવાનું જો આ પરિણામ હોય તો કોઈ પણ એક કરતા બે વાર તો દૂર એક વાર પણ નહીં વિચારે. IPS રવિન્દ્રનાથે લેટરમાં લખ્યું હતું કે તેમને પ્રતાડિત કરવામાં આવ્યાં છે.

કર્ણાટકના ચીફ સેક્રેટરી રવિ કુમારથી તેઓ ખૂબ જ નારાજ છે. રવિન્દ્રનાથે ડિમાન્ડ કરી હતી કે SC-ST એક્ટ હેઠળ એક પ્રોટેક્શન સેલ બનાવવામાં આવે. જોકે તેમની એ ડિમાન્ડ માનવામાં ન આવી અને તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. તેઓ ખોટા સર્ટિફિકેટ બનાવનાર અને તેમને સપોર્ટ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યાં હતાં. આ માટે તેમણે પ્રોટેક્શન સેલ બનાવવાનું સૂચન કર્યું હતું. તેઓ DCREના પદ પર હતા. જોકે તેમને ફક્ત હેરાન કરવા માટે આ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને હજી સુધી કોઈ મોટા અધિકારીએ આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

આંધ્ર પ્રદેશના 1989ના બેચના IPS અધિકારી પી રવિન્દ્રનાથે અગાઉ 2014માં પણ બેન્ગલોર પોલિસ રાઘવેન્દ્ર ઔરાકરથી નારાજ થઈને રાજીનામું આપી દીધુ હતુ. એક કૈફેમાં મહિલાનો ફોટો ક્લિક કરવાના કેસમાં તેમને ફંસાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે રાજીનામુંં આપ્યું હતું કારણ કે તેમને DGPના પદે પ્રમોટ કરવામાં નહોતા આવ્યાં અને તેમના જુનિયરને એ પ્રમોશન મળ્યું હતું. આ માટે વિરોધ દર્શાવવા માટે તેમણે રાજીનામુંં આપ્યું હતું. જોકે તેમને ત્યાર બાદ પ્રમોટ કરવામાં આવતાં તેમણે એ રાજીનામુંં પાછુ ખેંચી લીધુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp