જાણો ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે રાજ્યમાં વીજળીના ભાવ વધાર્યા કે નહીં

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ રાજ્ય સરકાર હસ્તકની વીજ ઉત્પાદન, વીજ પ્રવહન, વીજ વિતરણ કંપનીઓ તથા અન્ય વીજ વિતરણ કંપનીઓ દ્વારા જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-2016 અનુસંધાને નાણાંકીય વર્ષ 2019-20નું ટ્રુ-અપ અને નાણાંકીય વર્ષ 2021-22નાં પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરેલ. સદર પીટીશનો જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-2016 અનુસંધાને નાણાંકીય વર્ષ 2019-20નાં ઓડીટેડ હિસાબો સાથે આયોગના નિર્દૅશ મુજબ દાખલ કરેલ. આ પીટીશનો ઇલેકટ્રીસીટી એક્ટ, 2003 અને સંલગ્ન વિનિયમો અનુસંધાને રજીસ્ટર કરી પ્રશુલ્ક આદેશ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી.  

આ અરજીઓ જાહેર જનતાની ભાગીદારીની ખાતરી કરવા જાહેરમાં પ્રકાશિત કરવા કંપનીઓને નિર્દેશ આપવામાં આવેલ. સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી વાંધાઓ/સુચનો મંગાવવાની વિસ્તુત કાર્યવાહી કરવામાં આવેલ. આ વાંધાઓ સુચનોની ચકાસણી કરીને 4, 5 અને 9 માર્ચ, 2021 નાં રોજ જાહેર સુનાવણી નિયત કરવામાં આવેલ. આ સુનાવણીમાં કેટલાક હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંગઠનો સહિત આ સુનાવણીમાં ભાગ લીધો હતો.

આયોગ દ્વારા આ પીટીશનો પર આદેશ જારી કરેલી છે, પરંતુ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને કારણે મોડેલ કોડ ઓફ કન્ડકટ અમલમાં હોય, યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર લીમીટેડ, અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર)ના આદેશ જાહેર કરેલા નથી.

આદેશના મહત્વનાં/અગત્યનાં મુદ્દાઓ નીચે મુજબ છે:

  • રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિમીટેડ (સુરત વિસ્તાર) કંપનીના ગ્રાહકો માટેના વીજ દરમાં કોઇ વધારો કરેલો નથી.
  • જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂ.4176.44 પ્રતિ મેગાવોટ દિવસ (35.03 પૈસા પ્રતિ યુનિટ)માં નજીવો વધારો કરી નાણાકીય વર્ષ 2021-22 માટે દર પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ રૂ.4252.37 (પ્રતિ યુનિટ દીઠ 36.42 પૈસા) નિર્ધારિત કરેલો છે.

નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન પીજીવીસીએલ સિવાયની તમામ વીજ વિતરણ કંપનીઓ માટે વિતરણ ખોટ (ટી એન્ડ લોસ) લક્ષ્યાંક થી ઘણાં સારા નોંધાયેલા છે. આ માટેના આયોગ દ્વારા વર્ષ 2019-20 તથા વર્ષ 2021-22 માટેના લક્ષ્યાંકો નીચેના કોષ્ટકમાં બતાવવામાં આવેલ છે;

ડિસ્કોમ

આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ 2019-20

આયોગ દ્વારા મંજૂર કરાયેલ લક્ષ્ય વર્ષ 2021-22

દક્ષિણ ગુજરાત વીજ કંપની

9.90%

6.50%

મધ્ય ગુજરાત વીજ કંપની

11.60%

9.00%

પશ્ચિમ ગુજરાત વીજ કંપની

17.00%

16.00%

ટીપીએલ – સુરત

3.64%

3.54%

રાજ્યની માલિકીના વિતરણ પરવાનેદારો (ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને પીજીવીસીએલ) માટે નાણાકીય વર્ષ 2020-21 માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.4.30 પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ. 1.59 યુનિટ દીઠ નક્કી કરાયેલો હતો, ઉપરાંત રૂ.4.30 થી વધુ વીજ ખરીદીના ખર્ચમાં કોઈપણ વધારો એ વધારાનું એફપીપીપીએ ચાર્જ તરીકે માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.4.48 પ્રતિ યુનિટ મંજૂર કરેલ હોય અને તે મુજબ બેઝ એફપીપીપીએ સુઘારીને રૂ.1.80 પ્રતિ યુનિટ (4.48 (-) ઓછા 4.30 = 0.18 + ટીએન્ડડી લોસિસ = 0.21 + (ઉમેરી ને) 1.59 = 1.80) નકકી કરેલ છે.

બેઝ એફપીપીપીએ ચાર્જ એ ગ્રાહકોના વીજ બિલમાં લેવામાં આવતા કુલ એફપીપીપીએ ચાર્જની ગણતરીમાં અભિન્ન ભાગ છે અને એફપીપીપીએ ચાર્જ માટે પુન પ્રાપ્તિ પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી રાજ્યના હસ્તક વીજ વિતરણ માલિકીના ગ્રાહકોના વીજ બિલમાં નાણાકીય વર્ષ 2021-22 માટે બેઝ એફપીપીપીએ ચાર્જમાં ફેરફાર થવાને કારણે કોઈ વધારો થશે નહીં.

ટોરેન્ટ પાવર લિમિટેડ (સુરત વિસ્તાર) માટે, નાણાકીય વર્ષ 2020-21 માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.4.77 પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ.1.38 પ્રતિ યુનિટ કરાયેલ. હવે, નાણાકીય વર્ષ 2021-22 માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.4.85 પ્રતિ યુનિટ મંજુર કરેલ છે, જયારે બેઝ એફપીપીપીએ રૂ.1.38 પ્રતિ યુનિટ ચાલુ રાખવામાં આવેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp