અધિકારીનો ફોન સ્વીચ ઓફ હોય તો આ મહાનગરપાલિકા કાપે છે એક દિવસનો પગાર

PC: imore.com

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નાગરિકો અને નગરસેવકોના ફોનથી બચવા માટે જો જળ બોર્ડના અધિકારી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેશે તો તેમને એક દિવસનો પગાર હવે ગુમાવવો પડશે. હાલના સમયે કોલ્હાપુરમાં પાણીના મુદ્દે બુમરાણ ચાલી રહી છે. એ સમયે ઘણાં કર્મચારી પોતાનો મોબાઇલ બંધ રાખી રહ્યાં હોવાની ફરિયાદ બાદ કોલ્હાપુર મહાનગર પાલિકાએ આ નિર્ણય લીધો છે.

હાલ જ્યારે કોલ્હાપુરમાં લોકો પાણીની તંગીને લીધે ત્રાહીમામ પોકારી રહ્યાં છે ત્યારે સંખ્યાબંધ ફરિયાદો એવી આવી રહી છે કે પાણી અંગેની ફરિયાદ કરવા માટે ફોન લગાવીએ તો જવાબ મળી નથી રહ્યો. કેટલાક અધિકારીઓ જાણીજોઇને પોતાનો ફોન બંધ રાખી રહ્યાં છે. સ્થાનિક નગરસેવકોની થયેલી બેઠકમાં જળ બોર્ડના આવાં અધિકારીઓ સામે પગલા લેવા માટે માગ ઉઠી છે. મહારાષ્ટ્રના ઘણાં જિલ્લાઓ હાલ પાણીની તંગીની સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છે જેમાં કોલ્હાપુરનો પણ સમાવેશ થાય છે,

મહાનગરપાલિકાના નગરસેવકોનું કહેવું છે કે સામાન્ય રીતે એવી ફરિયાદો મળી રહી છે કે જ્યારે લોકો પોતાની ફરિયાદ નોંધાવવાં માટે ફોન કરી છે તો અધિકારીઓ અને કર્મચારીઓના ફોન બંધ આવે છે. કોલ્હાપુર મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ નિર્ણય બિનજવાબદાર અધિકારીઓ પર નજર રાખવા અને વોર્ડ લેવલના સ્ટાફ મેમ્બર પર સખત પગલા લેવા માટે લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp