આયુષ્માન યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે ગુજરાત સરકારને ઠપકો

PC: Khabarchhe.com

આયુષ્માન ભારત યોજનાનું લાઈવ લોન્ચિંગ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતું, ત્યારે ભાજપના 4 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા અને ઓછી હાજરીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પ્રભાકરને દિલ્હીથી ઠપકો મળતાં ચાલુ કાર્યક્રમે સંખ્યા એકઠી કરવા દોડધામ મચી હતી. ભાજપના કોર્પોરેટર અને કાર્યકરોને આ કાર્યક્રમમાં સહેજ પણ રસ જોવા મળ્યો ન હતો. જે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટરોની ગેરહાજરીથી જોવા મળ્યું હતું. સરકારની આ યોજનામાં ડૉક્ટર કે અસારવાના લોકો પણ જોવા મળ્યા ન હતા. જેમને લાભ થવાનો છે એવી સિવિલ હોસ્પિટલ આસપાસની ગરીબ વસાહતોમાંથી પણ કોઈ જોવા મળ્યું ન હતું. જે લોકો હાજર હતાં તે મોટાભાગે લાવવામાં આવ્યા હતા. 

આ ફિયાસ્કો થતાં લોકસભામાં અમદાવાદમાંથી જેમને ટિકિટ આપવાની છે તે ડૉ. પ્રભાકરને મોટો ફટકો પડ્યો છે. હવે તેમને લોકસભાની ટિકિટ ભાજપ આપે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. વિધાનસભાની ટિકિટ ડૉ. પ્રભાકરને આપવાની હતી પરંતુ તેમની ટિકિટ કાપવામાં ગૃહ પ્રધાન પ્રદિપ જાડેજાએ કપાવી નાંખીને પોતાના મિત્ર પ્રદીપ પરમારને અપાવી હતી.

મહત્ત્વની યોજના

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આયુષ્યમાન ભારત યોજના દેશના 10 કરોડ પરિવારના 50 કરોડ નાગરિકોને કોઇપણ બીમારીની સારવારમાં 5 લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા છત્ર પૂરું પાડનારી દેશની મહત્ત્વપૂર્ણ જન આરોગ્ય સુવિધા યોજના ગણાવી હતી. તેમણે કહ્યું કે 2011 ની યાદીને આધારે કોઇપણ જાતિ, ધર્મ, જ્ઞાતિને ધ્યાનમાં લીધા વિના સૌ જરૂરત મંદ લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે.

ગુજરાતમાં સવા બે કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે તેમ પણ તેમણે કહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રએ ગુજરાતના મુખ્યમંત્રી પદ દરમ્યાન સૌના આરોગ્યની ચિંતા કરતા મા આરોગ્ય યોજના શરૂ કરી તેની સફળતાને પગલે આ મોડેલ દેશભરમાં આજથી આયુષ્યમાન ભારત તરીકે શરૂ થયું છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલને આ યોજનાના પ્રારંભનું ગૌરવ મળ્યું તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે એશિયાની સૌથી મોટી આ સિવિલ હોસ્પિટલ કિડની કેન્સર સહિતના રોગોની શ્રેષ્ઠ સારવાર ગરીબ વંચીત હર કોઇને પૂરી પાડે છે. નીતિન પટેલે આયુષ્યમાન ભારત યોજના 50 હજારથી ઓછી રકમની સારવાર અને 50 હજારથી વધુ રકમની સારવાર એમ બે તબક્કામાં છે તેની છણાવટ કરતા સ્પષ્ટ કહ્યું કે આ સારવાર માટે કોઇ પણ વ્યક્તિને ક્યાંય કોઇ પૈસા આપવાના નહીં રહે. સરકાર ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ ચૂકવશે અને તે સારવારનો ખર્ચ આપશે. એમ પણ તેમણે કહ્યું હતું. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ભોગવશે એની વિગતો નાયબ મુખ્યમંત્રીએ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp