મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોની મુશ્કેલી દૂર કરતી એક મોટી જાહેરાત કરી

PC: dnaindia.com

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં રાજ્યમાં જમીન રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

ગુજરાતમાં રીસર્વેના પ્રમોલગેશન બાદ પણ ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે વાંધા નિકાલની સાદી અરજી કરવાની તક વર્ષ 2016થી આપવામાં આવી છે તેની મુદ્દત હાલમાં પણ ચાલુ છે જે સતત ચાલતી પ્રક્રિયા છે.  મહેસૂલ વિભાગ દ્વારા રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે સર્વે નંબરોની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પૂર્ણ કરવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે 100થી વધુ અરજીઓવાળા ગામોના કલસ્ટર બનાવીને માપણી કામગીરી પૂર્ણ કરાઈ છે.

રાજ્યમાં રીસર્વેની આ કામગીરીમાં મળેલી5.28 લાખ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. રીસર્વેના વાંધા નિકાલની ઝુંબેશના ભાગરૂપે વધુ અરજી ધરાવતા બનાસકાંઠા, મહેસાણા, દેવભૂમિદ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી અને જૂનાગઢ એમ કુલ 10 જિલ્લાઓમાં મેનપાવર અને મશીનરી ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજ્યમાં જિલ્લા કક્ષાએ એક પથ્થર કે જેનુ DGPS મશીનથી 72 કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ રેખાંશ નક્કી કરેલ છે. આવા 27પથ્થરો ઉભા કરવામાં આવ્યા છે. દરેક તાલુકા કક્ષાએ DGPS મશીનથી 12 કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરાયા છે. આવા 131 પથ્થરો ઉભા કરવામાં આવ્યા છે.

રાજ્યની માપણી હાથ ધરવા માટે માપણીની ચોકસાઇ વધારવા રાજ્યમાં 16 કિ.મી. X 16 કિ.મી.નાં અંતરે પથ્થરો નાખીને 747 પથ્થરો ઉપર 8 કલાક ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં 4 કિ.મી. X 4 કિ.મી.ના અંતરે પથ્થરો નાખીને 8928 ઉપર 4 કલાક ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp