દુકાન મોડે સુધી ખુલ્લી રાખવાની કેન્દ્રની મંજૂરી પણ ગુજરાતમાં અમલ નહીં

PC: post.jagran.com

કેન્દ્ર સરકારે આપેલા આદેશનું ગુજરાતમાં પોલીસ ઉલ્લંઘન કરી રહી છે. રાજ્ય સરકાર આ બાબતે કોઈ ચંચુપાત કરતી નથી, પરિણામે વેપારી વર્ગ નારાજ છે. પોલીસ દંડા મારીને રાત્રે 10.30 પછી દુકાનો અને મોલ્સ બંધ કરાવે છે. કેન્દ્રની કેબિનેટે દુકાનો, મોલ્સ, થિએટર્સ અને રેસ્ટોરાંને 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો હતો. મોડેલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો ભારત સરકારે અમલ શરૂ કરવાની પરવાનગી આપી દીધી હતી.

આ એક્ટમાં કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરવામાં આવી છે. આ એક્ટમાં સિનેમાગૃહો, બેન્કો, રેસ્ટોરાં અને હોટલો, મોલ્સ અને દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ટમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે આ તમામ સ્થળોએ મહિલાઓ નાઇટ શિફ્ટમાં જોબ કરી શકશે. જો કે મહિલાઓ માટેની કેબ અને વર્કપ્લેસની ફેસેલિટી જોવામાં આવશે.

પબ્લિક એમ્યૂઝમેન્ટ જ્યાં છે ત્યાં તેવી તમામ શોપ્સ કે ઓફિસને આ પરમિશન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ એક્ટને રાજ્યોમાં અમલ કરવા મોકલી દીધો છે. ગુજરાત સરકાર પણ તેનો અમલ કરશે તેવું એક સિનિયર મંત્રી એ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્રના નિયમો અને શરતોને આધીન ગુજરાત સરકાર પણ આ એક્ટનો અમલ શરૂ કરવા તૈયાર છે. કેન્દ્રના શ્રમ મંત્રાલયે આ પરમિશન આપી છે, જો કે આ મંજૂરી પછી પણ ગુજરાતમાં સ્થિતિ જૈસે થે છે.

કેન્દ્રએ સુધારો કરીને બહાર પાડેલા આદેશનું પાલન દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં તો થાય છે પરંતુ ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદા શહેરમાં થતું નથી. પોલીસ 10.30 કલાકે ચેતવણી આપે છે અને 11.00 કલાકે દંડા મારીને દુકાનો અને મોલ્સ બંધ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp