મોદી સરકાર તમાકુ નિષેધ કાયદાને વધુ કડક કરશે, તમાકુ કંપનીઓને જાહેરાતો વિશે ચેતવણી

PC: livehindustan.com

મોદી સરકાર સંસદના ચોમાસુ સત્રમાં જ તમાકુ નિષેધ સંબંધિત કાયદાને વધુ કડક કરવાની તૈયારી કરી રહી છે. તમાકુ નિષેધ કાયદાને વધુ કડક કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સંસદમાં સંશોધન વિધેયક લાવવાની તૈયારી ચાલી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, કેન્દ્ર સરકારે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન જાહેરાત નિષેધ સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ સંશોધન બિલને કેબિનેટની મંજૂરી બાદ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા ભારત સરકારે મે, 2003માં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો.

કેન્દ્ર સરકાર આ બિલમાં સંશોધન દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે સાર્વજનિક સ્થળો પર ધૂમ્રપાન ઝોન કે, ક્ષેત્રને ખતમ કરવામાં આવશે. સિગરેટના ખુલ્લા વેચાણ પર સંપૂર્ણ રીતે રોક લાગી જશે. સિગરેટ ફક્ત ચેતવણી વાળા પેકેટ સાથે જ વેચાશે. તેની સાથે જ ટીવી અને પ્રિન્ટ પર તમાકુના પ્રોડક્ટ્સની જાહેરાત પર પણ રોક લાગી જશે.

તેની સાથે જ નાબાલિકોને તમાકુ વેચવા પર દંડ અને કૈદની જોગવાઇમાં પણ ફેરફાર કરવામાં આવશે. અત્યારે કોઇ પણ રીતે તમાકુ કે તેનાથી યુક્ત પદાર્થ કોઇ પણ નાબાલિક દ્વારા વેચાણ બાળ ન્યાય અધિનિયમ 2015ની કલમ 77નું ઉલ્લંઘન છે. આ કાયદા હેઠળ આરોપીને 7 વર્ષની કૈદની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે.

આ કાયદામાં સંશોધન બાદ તમાકુ કંપનીઓ કિશોરો અને યુવાઓને આકર્ષિત કરવા માટે જે જાહેરાતો કરતી હતી, તેના પર પણ રોક લાગી જશે. થોડા દિવસો પહેલા જ સિગરેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સને લઇને કેન્દ્ર સરકારે નવા નિર્દેશો જાહેર કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર તમાકુ પ્રોડક્ટ્સ પર હવે વધુ કડક ચેતવણી વાળા ફોટો અને ચેતવણી લખવામાં આવશે. હવે સિગરેટના પેકેટ પર મોટા અક્ષરોમાં તમાકુ સેવન એટલે કે, અકાળ મૃત્યુ લખવું અનિવાર્ય રહેશે. નવા નિયમો 1લી ડિસેમ્બર, 2022થી લાગુ થવા જઇ રહ્યા છે. ધીમે ધીમે સરકાર તમાકુ ઉત્પાદનો પર સંપૂર્ણ બેન પણ લગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp