સરકારે જણાવ્યું 8 મહિનામાં તે કંઈ-કંઈ કંપનીઓનું ખાનગીકરણ કરશે

PC: businesstoday.in

સરકારે ખજાનાને ભરવા માટે ગયા વર્ષે 6 લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનનું એલાન કર્યું હતું. તેના હેઠળ વર્ષ 2025 સુધીમાં સરકાર વીજળીથી લઇને સડક અને રેલવે સુધીની પાયાની સંરચનાઓથી પૈસા એકઠા કરી શકે છે. હાલની અપડેટમાં સરકારે સોમવારે સંસદમાં કહ્યું કે, આ સ્કીમ હેઠળ હાલના નાણાકીય વર્ષમાં વિભિન્ન પાયાની સંરચનાઓથી 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે, 2022-23ના ચાર મહિના વીતી ચૂક્યા છે. ઓગસ્ટ 2022થી લઇને માર્ચ 2023 અત્યાર સુધી સરકાર પાસેથી આઠ મહિના બચ્યા છે. રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને એક લેખિત જવાબમાં કહ્યું કે, પાછલા નાણાકીય વર્ષ એટલે કે, 2021-22માં સરકારે પાયાની સંરચનાઓથી લગભગ 97 હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ નાણાકીય વર્ષમાં જે પ્રમુખ ડીલ થવાની છે, તેમાં PPP કંસેશન પર આધારિત હાઇવેના ટોલ-ઓપરેટર ટ્રાન્સફર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ગયા નાણાકીય વર્ષમાં હરાજી કરાયેલા કોલસા તથા ખનીજ ખાણમાંથી થનારી વાર્ષિક કમાણી, રેલવે કોલોનીઝના રીડેવલપમેન્ટમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, PPP મોડલ પર લીઝ પર આપવામાં આવેલા 6 એરપોર્ટથી મળતી રકમ અને PPP મોડલ પર લીઝ પર આપવામાં આવેલા પોર્ટ ટર્મિનલમાં પ્રાઇવેટ ઇનવેસ્ટમેન્ટ શામેલ છે.

મંત્રીએ કહ્યું કે, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ નાણાકીય વર્ષ 22-23 દરમિયાન જે સંપત્તિઓથી પૈસા એકઠા થવાના છે, તેની ઇન્ડિકેટિવ વેલ્યુ 1,62,422 કરોડ રૂપિયા છે. કોઇ પણ સંપત્તિની ઇન્ડિકેટિવ વેલ્યુનો મતલબ આ કિંમતથી થાય છે, જે સંપત્તિના માલિકને લીઝની રકમ કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ મારફતે પ્રાપ્ત થવાની આશા રહે છે. એક્ચ્યુઅલ વેલ્યુ એટલે કે, મોનેટાઇઝેશન પછી પ્રાપ્ત કુલ રકમ કેટલી વખત ઇન્ડિકેટિવ વેલ્યુથી ઘણી ઓછી રહી જાય છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ ફાઇનાન્શિયલ યર દરમિયાન હાઇવે ટીઓટી બન્ડલ્સ, InvITના ફ્યુચર રાઉન્ડ, ગેમથી જોડીયેલી સંરચનાઓના પુનર્વિકાસ, વીજળી ઉત્પાદન તથા ટ્રાન્સમિશનથી જોડાયેલી સંપત્તિઓ, PPP દ્વારા એરપોર્ટ લીઝ, PPP આધારિત પોર્ટ પ્રોજેક્ટ્સ, સિલોઝ અને વેરહાઉસિઝનો વિકાસ, ટાવર સાથે સંબંધિત સંપત્તિઓનું મોનેટાઇઝેશન, ખનન સંબંધિત સંપત્તિઓનું મોનેટાઇઝેશન વગેરે પ્રસ્તાવિત છે.

તેમણે કહ્યું કે, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ જે સેક્ટર્સની ઓળખ કરવામાં આવી છે, તેમાં સડકો, એરપોર્ટ, પોર્ટ, રેલવે, વેરહાઉસ, ગેસ પાઇપલાઇન, વીજળી ઉત્પાદન તથા વિતરણની સંરચના, ખનન, દૂરસંચાર, સ્ટેડિયમ અને શહેરી રિયલ એસ્ટેટ જેવા સેક્ટર શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp