સુરત ફાયર વિભાગ કાર ડિલર્સ પર ત્રાટક્યું: નવજીવન ઓટો, કિરણ મોટર્સ સીલ

PC: cloudinary.com

તક્ષશીલા આર્કેડની આગની ઘટનામા 22 વિદ્યાર્થીઓ હોમાયા બાદ ભારે માછલા ધોવાતા હવે સુરત ફાયર વિભાગ દિન પ્રતિદિન પોતાની સાચી કરવા જેવી કામગીરી કરતું દેખાય રહ્યું છે. લગાતાર વિવિધ કમર્શિયલ કોમ્પલેક્સ, ટ્યુશન ક્લાસીસ, મોલ, સ્કૂલો પર તાળાબંધી બાદ આજે કાર ડિલર્સનો વારો ફાયર વિભાગે પાડી દીધો છે. જેમાં ફાયર સેફ્ટીની અપુરતી સુવિધાને કારણે સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આવેલી ગેલેક્સી બાઈગ, હોન્ડાઈ અને ફોક્સ વેગનના શો રૂમ નવજીવન ઓટો સ્ક્વેર, અંબાનગર રોડ પાસેના મારૂતિના શો રૂમ કિરણ મોટર્સ તથા નવસારી મેઈન રોડ પર આવેલા ડ્રીમ હોન્ડાના શોરૂમને સીલ મારી દીધું હતું. ઉપરાંત નવસારી-ગોડાદરા રોડ પર આવેલી પંપકીંગ કિડ નર્સરીને પણ સીલ મારવામાં આવી છે. આ સાથે ફાયર વિભાગે અઠવાગેટની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલ મહાવીરમાં મોકડ્રીલ પણ યોજીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp