વાયરસથી જ્યાં 24 સિંહ મર્યા ત્યાં 70 બચ્ચાનો જન્મ

PC: khabarchhe.com

ગીર અને અમરેલીના ખાંભા રેંજમાં ભાવરડી અને રાણીગપરા વચ્ચે પથ્થરમાળાના ડુંગરોમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. બચ્ચાની સંભાળ રાખવા વન વિભાગે વ્યવસ્થા કરી હતી. અહીં વાયરસના કારણે 24 સિંહના મોત થયા હતા હવે કુદરત તે પરત આપી રહી હોય તેમ 65થી 70 સિંહ બચ્ચા બૃહદ ગીરમાં આવી ગયા છે.

સામાન્ય રીતે એક સિંહણને 2 કે 3 બચ્ચા જન્મ લેતા હોય છે

બે મહિનામાં જ 10 બાળસિંહનો જન્મ થયો છે. 2 મહિના અગાઉ ક્રાકચ રેંજમાં 5 સિંહ બાળનો જન્મ નોંધાયો હતો.

20 દિવસ પહેલા 20 એપ્રિલ - પૂનમની રાત્રીએ સિંહોની ગણતરી કરાઈ તેમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. અમરેલીના નવા 10 સાથે અમરેલી બૃહદ ગીરમાં સિંહ બાળો 70થી વધુ સિંહ બચ્ચા હોવાનું અનુમાન છે. અમરેલી બૃહદ ગીર ધારી ગીર પૂર્વ જૂનાગઢ સોમનાથ સહિત ભાવનગર સુધી સિંહોનું રહેણાંક ફેલાયું છે.

અગાઉ અમરેલી જિલ્લામાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના કારણે 24 સિંહોના મૃત્યુ થવાની ઘટના બાદ સિંહોની સંખ્યા ઘટી હતી. તે અંગે વિવાદ સર્જાયો હતો. હવે કુદરત તે ભરપાઈ કરી રહી હોય એવું આ બે ઘટનાથી જોઈ શકાય છે.

ઈ.સ.2015માં થયેલી સિંહોની ગણતરીમાં સમગ્ર જંગલમાં 511 સિંહો નોંધાયા હતા. 2019માં 600 જેટલા સિંહો ગીરમાં વસવાટ કરે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp