10400 કરોડના પ્રોજેકટ્સથી ઉભી થશે નવી રોજગારીની તકો

PC: http://kinfra.org

ગુજરાત સરકારે 10400 કરોડના ત્રણ પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 21,300 લોકોને આ પ્રોજેક્ટથી રોજગારી મળવાની શકયતા છે.

આ પ્રોજેકટ્સ હેઠળ આદિત્ય બિરલા ગ્રુપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અંદાજે 3500 કરોડના વિસ્કોસ સ્ટેપલ ફાઇબર (VSF) પ્લાન્ટને ભરૂચમાં ડેવલપ કરશે. 2020 સુધીમાં તૈયાર થઇ જનારા આ પ્લાન્ટથી 1000 લોકોને રોજગારી મળી રહેશે. કંપની ખરચ અને કોસંબામાં સેલ્યુલોઝ ફાઇબર ફેસિલીટી પાછળ 600 કરોડનું રોકાણ કરશે. અરવિંદ લિમિટેડે ન્યુ ગુજરાત અપિરીયલ પોલિસી હેઠળ મેગા અપિરીયલ ફેસિલીટી માટે એમઓયુ કર્યા છે.

કંપની આ માટે બે ફેઝમાં 300 કરોડનું રોકાણ કરશે. દહેગામ ખાતેના આ પ્લાન્ટથી 10000 લોકોને રોજગારી મળે એવો અંદાજ છે. કંપની કોમર્શિયલ પ્રોડકશન સંપૂર્ણ રીતે 2018 સુધીમાં ચાલુ કરશે. એગ્રોકેમિકલ સેકટરની કંપનીએ પણ 6000 કરોડના એમઓયુ કર્યા છે. આ કંપનીએ પોતાના પ્રોડકશન વેન્ચર માટે ભરૂચના દહેજમાં રસ દાખવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ આશરે 10,000 કરતાં વધુ લોકોને રોજગારી મળવાની શકયતા વ્યકત કરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp