સરકારી પડતર જમીનો અંગેની નવી મૂલ્યાંકન નીતિ જાહેર, 30થી 35 ટકાનો ઘટાડો

PC: meranews.com

ગુજરાત સરકારે સરકારી પડતર જમીનો અંગે 2011માં નક્કી કરેલી નીતિમાં મોટા ફેરફાર કર્યા છે. સરકારી પડતર જમીનમાં બેઝના 6 ફેકટરમાં સુધારો કરી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સીધી રીતે આરોગ્ય, ધાર્મિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક એકમોને ફાયદો થશે.

શહેરી વિકાસ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે 26-4-2011માં સરકારી પડતર જમીન અંગે સરકારે પરિપત્ર જાહેર કરી જમીન મૂલ્યાંકનની નીતિની જાહેરાત કરી હતી. આ નીતિ અંગે સરકાર સમક્ષ વિવિધ સમાજો અને સંસ્થાઓ તરફથી સરકારને ભાવનું નવેસરથી મૂલ્યાંકન કરવા રજૂઆત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે જમીનની બેઝ પ્રાઈસને લઈ મુશ્કેલીઓ પડતી હોવાની ફરીયાદ હતી. આ ફરીયાદના નિરાકરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ મીટીંગમાં ચર્ચા કરી 6 બાબતોમાં ફેરફાર કરી 30થી 35 ટકા સુધીનો ભાવ ઘટાડો કર્યો હોવાનું સૂચવ્યું હતું અને તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે.

કૌશિક પટેલે જણાવ્યું કે 24-5-2018થી જમીન મૂલ્યાંકનની નવી નીતિ અમલમાં રહેશે. આ નીતિ મુજબ સુરત શહેરી વિસ્તાર અને સુડા વિસ્તારમાં 2011માં 200 ટકા વધારો કરવામાં આવ્યો હતો જ્યારે નવી નીતિમાં હવેથી માત્ર 100 ટકા જ વધારો આપવાનો રહેશે જ્યારે 2011ની નીતિમાં 100 ટકાનો ઘટાડો સૂચવાયો છે. કુલ 30થી 35 ટકાનો ઘટાડો કરાયો છે.

તેમણે કહ્યું કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર. જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરી વિસ્તારોમાં 2011માં દોઢસો ટકાનો વધારો હતો તેમાં ફેરફાર કરી 75 ટકાનો ઘટાડો સૂચવવામાં આવ્યો છે. નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે સરકારી જમીનની કિમત નક્કી કરતી વખતે રસ્તાના પ્રવેશ પરિબળમાં પણ રસ્તાની પહોળાઈને ધ્યાને લઈ સરેરાશ કિંમતમાં અગાઉ 10થી 200 ટકા સુધીનો વધારો આપવાની જોગવાઈમાં ઘટાડો કરી 10થી 30 ટકાનો વધારાને નવી નીતિમાં મંજુરી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે જમીન મૂલ્યાંકન નવી નીતિ નક્કી થતાં લોકોને આનો ઘણો લાભ થવાનો છે. વિવિધ હેતુસર જમીનોનું વાસ્તવિક મૂલ્યાંકન થાય અને પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોને પરવડે તેવી કિમતે સરકારી જમીનો ઉપલબ્ધ કરવી શકાય તેવા હેતુથી નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

નવી જમીન મૂલ્યાંકન નીતિ અંગે કૌશિક પટેલ શું બોલ્યા, જુઓ વીડિયો...

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp