વડોદરા જિલ્લા પંચાયતનું લાંચ પ્રકરણ: નાક દબાવવા માટે પ્રકરણ ફરીથી ખોલાયું

PC: indianexpress.com

એક લાખ રૂપિયાની લાંચ લેતાં વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ પકડાતા રાજકીય ઉત્તેજના વ્યાપી ગઈ છે. ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવામાં માટે આ લાંચ એક ખેડૂત પાસેથી લીધી હતી. તે હિસાબે રાજ્યભરમાં ખેતીની ફળદ્રુપ જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે આબજો રૂપિયિનો ભ્રષ્ટાચાર જિલ્લા પંચાયતમાં થઈ રહ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને સભ્ય કનકસિંહ બારીયા જ્યારે લાંચ લેતા હતા ત્યારે જ ACBએ રંગે હાથ પકડી પાડ્યા છે. પાછિયાપુરા ગામના ખેડૂત પીયૂષ પટેલે પોતાની 4 વીઘા જમીન પર રેતીનો સંગ્રહ કરવા માંગતા હતા તેથી તેને બિન ખેતીમાં ફેરવવી જરૂરી હતી. તેમ કરવા માટે તેમની પાસેથી વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય અને આરોગ્ય સમિતિના સભ્ય નીલા ઉપાધ્યાય, ઉપાધ્યક્ષના પુત્ર અભિષેક સતીષ વગેરે મળીને રૂ.1.50 લાખની લાંચ માંગી હતી. આ ઘટના ગયા એપ્રિલમાં બની હતી અને તેની પુછપરછ હવે વિધાનસભાની ચૂંટણી પુરી થતાં શરૂ થઈ છે. અત્યાર સુધી આ કેસ ફાઈલોમાં દબાવી દેવાયો હતો હવે એક બીજાનું નાક દબાવવા કેસ ખોલી દેવામાં આવ્યો છે.

સૂત્રો કહે છે કે સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાની દર મહિને 50 લાખ ચોરસ મીટર જેટલી ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવા માટે કલેક્ટર કચેરીમાંથી જિલ્લા પંચાયતમાં જાય છે. જ્યાં એક મીટરે રૂ.50થી 60 ખેડૂતોએ લાંચ આપવી પડે છે. જેમાંથી રૂ.20 કારોબારી સમિતિના સભ્યો અને પ્રમુખને લાંચનો હિસ્સો જાય છે. રૂ.5 મામલતદારને લાંચ આપવી પડે છે. રૂ.5 ટીડીઓને લાંચ આપવી પડે છે. ઉપરાંત આરોગ્ય સમિતિ, નર્મદા નહેર, માર્ગ અને મકાન વિભાગ, જી.ઈ.બી. વગેરેને લાંચ પેટે ખેડૂતે કે બિલ્ડરે આપવી પડે છે. જે ભાજપના અને કોંગ્રેસ તથા જેડીયુના નેતાઓ લાંચની વહેંચણી કરી લે છે. પોતાના પક્ષના નેતાઓને તે રકમ પણ પહોંચાડવી પડે છે. આ રકમ ગાંધીનગરના રાજનેતાઓ સુધી જાય છે. આમ દર મહિને ઓછામાં ઓછો રૂ.30 કરોડ અને વર્ષે રૂ.360 કરોડો ભ્રષ્ટાચાર બિન ખેતીની જમીન કરવામાં કરે છે. એટલો જ ભ્રષ્ટ્રાચાર દરેક કલેક્ટર કચેરી અને કલેક્ટર દ્વારા અધિકારીઓ કરે છે. મોટી જમીન ક્લીયર કરવાની હોય ત્યારે તે ફાઈલ ગાંધીનગર પ્રધાન કે મુખ્યમંત્રી સુધી પહોંચાડવી પડતી હોય છે ત્યાં પણ મોટો ભ્રષ્ટાચાર થાય છે. જેને ભાજપ 22 વર્ષથી અટકાવી શક્યો નથી. ઘટવાના બદલે ભ્રષ્ટાચાર વધ્યો છે. હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે સૂત્ર અહીં કામ આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp