કેન્દ્રીય બજેટ અને GST બાબતે ચર્ચા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

PC: facebook.com/NitinbhaiPatelbjp/

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી.

અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની એક બેઠક બોલાવી હતી. જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp