કોરોના ટેસ્ટ વિના પ્રવેશ નહીં, વિધાનસભાના ચોમાસુ સત્ર માટે સરકારનું ફરમાન

PC: patrika.com

ગુજરાત વિધાનસભાનું કવરેજ કરતાં મીડિયા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરીને પ્રવેશ આપવામાં આવશે. જે મીડિયા પર્સન વિધાનસભાની ગેલેરીમાં બેસવા માગતા હોય તેમને અલગ અને વિધાનસભામાં સંકુલમાં પ્રવેશ કરવા માગતા મીડિયા પર્સનનો અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે.

વિધાનસભાનું ચોમાસુ સત્ર 21મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે 25મી સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. આ સત્રમાં 24 સરકારી બીલોને મંજૂર કરવામાં આવનાર છે. કોરોના સંક્રમણના સમયમાં વિધાનસભાની પેક્ષક દીર્ધામાં કોઇને બેસવા દેવામાં આવશે નહીં. મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગની સૂચના પછી રાજ્યના માહિતી વિભાગે પત્રકારો માટે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરી છે. અમદાવાદથી ગાંધીનગર આવતા પત્રકારો માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા રાખવામાં આવી છે જ્યારે ગાંધીનગરના પત્રકારો માટે સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ, સેક્ટર 17માં વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં કોરોના ટેસ્ટ 19મી સપ્ટેમ્બરે સવારે 11 થી બપોરના 1 વાગ્યા સુધી કરાવી લેવાનો રહેશે.

જે પત્રકારો તેમની દીર્ધામાં બેસીને રિપોર્ટીંગ કરવા માગતા હશે તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે જ્યારે વિધાનસભા સંકુલ તેમજ પ્રેસરૂમમાં જવા માગતા પત્રકારોએ રેપીડ ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. જે પત્રકારોનો ટેસ્ટ પોઝિટીવ આવશે તેમને વિધાનસભા સંકુલ કે સભાગૃહમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર નેગેટીવ રિપોર્ટ હશે તે પત્રકારને પ્રવેશ મળશે.

કોરોના ટેસ્ટ માટે અમદાવાદમાં બે અને ગાંધીનગરમાં બે ડોક્ટરો નિયત કરવામાં આવ્યા છે. વિધાનસભાના પાંચ દિવસના આ ટૂંકા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી. ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા પણ બદલવામાં આવી છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ધારાસભ્યોને સભાગૃહ ઉપરાંત પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp