પોલીસ ઓફિસરોની બદલીમાં પણ નો-રિપીટ થિયરી, નવા ચહેરાને તક અપાશે

PC: https://www.google.com

સરકારમાં જેમ નો રિપીટ થિયરી કામ કરે છે તેમ પોલીસ અધિકારીઓની બદલીમાં પણ નો રિપીટ થિયરી લાવવામાં આવી રહી છે. નવા ચહેરાને સુપ્રીમ પોસ્ટ ઉપર તક અપાશે. લાંબા સમયથી પડતર પોલીસના પ્રમોશન અને બદલીના ઓર્ડર થવાની તૈયારી છે. વાયબ્રન્ટ પહેલાં વહીવટી તંત્રમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યાં છે.

ગુજરાતની કેબિનેટ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોમા નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો છે તેમ વહીવટી તંત્રમાં પણ થવાનો છે. પોલીસની બદલી અને આઇએએસ ઓફિસરોની બદલીમાં પણ આ ધોરણ લાગુ કરવામાં આવનાર છે. પોલીસ અધિકારીઓની બદલીમાં લાંબા સમયથી મોભાદાર અને મલાઈદાર પોસ્ટિંગ પર ફરજ બજાવતા ચોક્કસ અધિકારીઓને થોડો આરામ આપવામાં આવશે. જ્યારે લાંબા સમયથી સાઇડ પોસ્ટિંગ ફરજ બજાવી રહેલા અધિકારીઓને બહાર લાવવામાં આવશે.

આઇપીએસ અધિકારીઓથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના પોલીસ અધિકારીઓની બદલીઓનો ગંજીફો ગમે ત્યારે ચીપાશે જેમાં એસીબીના ડાયરેક્ટરની ખાલી પડેલી જગ્યા, વડોદરા રેન્જ આઇ.જી.પીની ખાલી જગ્યા, સુરતમાં સેક્ટર-૧ની તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપીની ખાલી જગ્યાઓ સહિત મહત્ત્વના સ્થાન ઉપર યોગ્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવશે.પોલીસ કમિશનરની બદલીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત અનેક રેન્જ આઇ.જી.પીની પણ બદલીઓ લગભગ પાકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યભરમાં મહત્વના પોલીસ મથકોમાં પણ લાંબા સમયથી અડિંગો લગાવીને બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ખસેડવામાં આવશે જ્યારે સાઈડ પોસ્ટિંગ પર ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરી એક વખત મોભાદાર પોસ્ટ ઉપર તક આપવામાં આવશે. ગુજરાતના પોલીસ વિભાગમાં માત્ર બદલીઓ જ નહીં 26 જેટલા ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ થવાના છે જે ઘણાં લાંબા સમયથી પડતર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp