આ વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવી પડશે

PC: khabarchhe.com

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એક પછી એક લોકહિતના નિર્ણયો કરી રહી છે. લોકોની મુશ્કેલી દૂર કરવાની સાથે-સાથે નવી સરકાર સરકારી અધિકારીઓના પણ હિતનું ધ્યાન રાખી રહી છે. તો બીજી તરફ નવી સરકારના તમામ મંત્રીએ એક્ટીવ રીતે કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીને લઇને સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આરોગ્યકર્મીઓને હવે જો તેમની બદલી કોઈ પણ જગ્યા પર કરાવવી હશે તો તેમને કોઈ વ્યક્તિને રજૂઆત કરવાની જરૂર નહીં પડે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યના આરોગ્યકર્મીએ તેમની બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેથી આ પ્રક્રિયામાં સરળતા રહે અને તેમાં પારદર્શકતા આવે.

ગુજરાત સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય,તબીબી સેવાઓ,તબીબી શિક્ષણ અને એન.એચ.એમ. હેઠળ ફરજ બજાવતાં તમામ કાયમી અને કોન્ટ્રાક્ચ્યુઅલ અધિકારીઓ/કર્મચારીઓ ની સેવા વિષયક બાબતોને સુચારૂ બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ ધ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે થયેલ સુચનાના કારણે આ નિર્ણય કરાયો છે.

તદઅનૂસાર તા.02/12/2021 થી તમામ અધિકારી કર્મચારીઓએ બદલીની અરજીઓ Arogyasathi.gujarat.gov.in માં કરવાની રહેશે . ઓનલાઈન મળેલ અરજીઓ ના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ વધુમા જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp