સરકારની તમામ ખરીદી ઇ-માર્કેટપ્લેસ મારફતે કરવા આદેશ

PC: gem.gov.in

ગુજરાત સરકારની તમામ કચેરીઓને કરવાની થતી ખરીદી ઇ-માર્કેટપ્લેસ મારફતે કરવાનો ફરજિયાત આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશનું તમામ વિભાગો, સરકારી કચેરીઓ, જિલ્લા અને તાલુકાની કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓએ પાલન કરવાનું રહેશે.

ભારત સરકારના નિર્દેશ પ્રમાણે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ- GEM- પોર્ટલની ડીજીએસ એન્ડ ડી દ્વારા નેશનલ ઇ-ગવર્નન્સ ડીવિઝનની સહાયથી રચના કરવામાં આવી છે. GEM પોર્ટલ એ સરકારી ખરીદીઓ માટેનું સંપૂર્ણપણે ઓનલાઇન સેવા પૂરી પાડતું પોર્ટલ છે. આ પોર્ટલ એક કાર્યક્ષમ તેમજ પારદર્શિતા પૂરી પાડે છે.

જેમના ઉપયોગ માટે રાજ્ય સરકાર વતી ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ ભારત સરકાર સાથે એમઓયુ કરવામાં આવેલા છે. ચીજવસ્તુ તેમજ સેવાઓ પૂરી પાડતા રાજ્યના સ્થાનિક ઉત્પાદન તેમજ વિક્રેતાઓના હિતમાં તેમજ આવા સ્થાનિક ઉત્પાદક તેમજ વિક્રેતા પાસેથી જ વધુમાં વધુ સરકારી ખરીદી થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, ક્ષેત્રિય કચેરીઓ તેમજ રાજ્યના વહીવટી વિભાગો, ખાતાના વડા તેમજ જિલ્લા અને તાલુકાની કચેરીઓ દ્વારા થતી ખરીદી જેમ પોર્ટલ મારફતે કરવા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જે સરકારી વિભાગે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવી લેવા ઉદ્યોગ વિભાગે તાકીદ કરી છે. સરકારી ઓફિસો ઉપરતા રાજ્યના બોર્ડ-કોર્પોરેશન, સોસાયટીઓ, કંપનીઓ દ્વારા થતી ખરીદી પણ ઇ-પોર્ટલથી કરવાની રહેશે.

સરકારની કેટલીક કચેરીઓ અને સંસ્થાની તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સરકારના આદેશનું પાલન કરતા નહીં હોવાથી ઉદ્યોગ વિભાગે ફરીથી આદેશ બહાર પાડ્યો છે. એટલું જ નહીં જેમ પોર્ટલ દ્વારા ખરીદી નહીં કરી હોય તેવી ચીજવસ્તુઓ અંગે જે તે વિભાગના અધિકારી કે વડા સામે સરકાર પગલા લઇ શકે છે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp