કેટલાક લાલચુ નેતા- અધિકારીઓને કારણે ગાંધીનગર રાહતદરના 3563 પ્લોટની ફાળવણી અટકી

PC: https://www.financialexpress.com

ગાંધીનગર શહેરમાં રહેણાંકના 3563 પ્લોટ ખાલી હોવા છતાં ફાળવણી થઇ શકતી નથી. રાહતદરના પ્લોટ લઇને નેતાઓ અને અધિકારીઓ વેચી દેતા હોવાથી અદાલતમાં થયેલી પિટીશનના કારણે પાટનગરમાં પ્લોટની ફાળવણી અટકી ગઇ છે. 

ગાંધીનગરમાં રાજકીય નેતાઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓને રહેણાંકના પ્લોટ રાહત દરે આપવાની નીતિ હોવા છતાં છેલ્લા બે વર્ષથી સરકારે કોઇ પ્લોટની ફાળવણી કરી નથી, કારણ કે શહેરમાં પ્લોટની ફાળવણી કરવા સામે અદાલતી કેસ ચાલી રહ્યો છે.

ગુજરાતના પાટનગરની સ્થાપના થયા પછી લોકોને વસાવવા માટે સરકારે રાહતદરના પ્લોટની જાહેરાત કરી હતી જેનો લાભ સંસદસભ્યો, ધારાસભ્યો, અધિકારીઓ તેમજ કર્મચારીઓને આપવામાં આવેલો છે. એટલું જ નહીં ગાંધીનગરમાં કર્મચારીઓને રહેવા માટે વિવિધ કેટેગરીના 22000 થી વધુ આવાસો પણ બનાવવામાં આવેલા છે.

માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં 2 નવેમ્બર, 2012થી મૂકવામાં આવેલા મનાઇ હુકમના કારણે ખાલી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. એટલું જ નહીં, 28 ઓગષ્ટ 2017ના રોજ હુકમની વિગતોએ સુઓમોટોનો આ કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે.

ગાંધીનગરમાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને 330 ચોરસમીટરના પ્લોટ આપવામાં આવે છે જ્યારે કર્મચારીઓને 81 થી 250 ચોરસમીટરના પ્લોટ અપાયા છે. અગાઉ અપાયેલા તમામ પ્લોટ રાહત દરે સરકારે આપ્યા છે પરંતુ પ્લોટ ધારકોએ સમયજતાં તેનો બજાર ભાવમાં સોદો કરીને ખુલ્લા બજારમાં વેચી માર્યા છે. પ્લોટનું આવું વેચાણ અટકાવવા માટે અદાલતમાં વખતો વખત પિટીશન કરવામાં આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp