હવે પોલીસમાં બદલાવ, જિલ્લા કક્ષાની બદલીઓની સંભાવના

PC: intoday.in

ગુજરાતના પોલીસ તંત્રમાં થયેલા ફેરફારો બાદ હવે જિલ્લા પોલીસમાં ફેરફારો તોળાઈ રહ્યાં છે. ખાસ કરીને જિલ્લાના સુપ્રિટેન્ડેડટ ઓફ પોલીસની બદલીઓ થઈ શકે છે. સરકારે IAS ઓફિસરોની બદલી કરી છે પરંતુ તે પણ અધૂરી છે. બીજો તબક્કો આવી શકે છે. પોલીસમાં પણ બીજો તબક્કો જિલ્લાની બદલીઓનો આવે તેમ છે.

રાજ્યના 31 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરીને પોલીસ તંત્રમાં ફેરફારો કર્યા છે. હવે જિલ્લા પોલીસ અધિક્ષક વર્ગમાં બદલીઓ થશે. આ બદલીઓ ટૂંક સમયમાં થાય તેવી સંભાવના છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે થોડાં સમય પહેલાં 20 DYSPને બઢતી આપવામાં આવી હતી પરંતુ તેમની હાલની જગ્યા બદલવામાં આવી ન હતી.

કેટલાંક જિલ્લા એવા છે કે જ્યાં પોલીસ અધિક્ષકને એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. કેટલાંક અધિકારીઓને બઢતી પણ આપવામાં આવનાર છે. આ કારણોથી ફેરફારો થઈ શકે છે. જિલ્લા પોલીસ અધિક્ષક પછી PIમાંથી DYSP અને DYSPથી SP તરીકેની બઢતીનો દોર પણ હાથ પર લેવાય તેવી સંભાવના છે.

જિલ્લા પોલીસ અધિક્ષક સંવર્ગના અધિકારીઓની બદલીનો દોર હાથ ધરવામાં આવ્યા બાદ PIમાંથી DYSP તરીકે બઢતી આપવા અને DYSP સંવર્ગના અધિકારીઓની બદલીનો દોર હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp