ઉત્તરાયણ પછી લગ્નમાં મહેમાનોની સંખ્યા અંગે લેવાશે નિર્ણય, આટલી થવાની શક્યતા

PC: vishnupriyabanquets.com

કોરોનાના કેસ વધવાને કારણે ગુજરાતમાં અનલોક પછી શુભ પ્રસંગોએ માત્ર 100 મહેમાનોની હાજરીની મંજૂરી આપવામાં આવેલી હતી. તે પછી દિવાળી પછી ગુજરાતના 4 મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કફર્યૂ લગાવવામાં આવ્યો છે. પરંતુ, હવે ટુંક સમયમાં જ નવી ગાઇડલાઇન જાહેર થવા જઇ રહી છે. કોરોના સંક્રમણના કેસો હવે ખાસ્સા ઘટવાને કારણે લોકો પણ એવું ઇચ્છી રહ્યા છે કે સરકાર હવે બધી બાબતોમાં પુરતી છુટ આપે તો આર્થિક પ્રવૃતિને વેગ મળી શકે.

 આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે અને હવે વેકસીન પણ રાજયમાં આવી ચુકી છે ત્યારે એકાદ- બે દિવસમાં સરકાર નવી ગાઇડલાઇન બહાર પાડવા જઇ રહી છે.જાણવા મળેલી માહિતી મુજબ નવી ગાઇડલાઇનમાં વિવાહ, લગ્ન કે અન્ય શુભપ્રસંગો માટે 100ને બદલે 200 લોકોની હાજરીને મંજૂરી મળવાની શકયતા છે.નાઇટ કફર્યુના સમયમાં પણ ઘટાડો થવાની શકયતા છે.કફર્યુના હાલના સમયમાં રાત્રે 10ને  બદલે 11 વાગ્યે કરવાની પણ શકયતા છે.

ગુજરાતમાં 15 તારીખથી કમૂરતા પુરા થવાને કારણે ફરી એકવાર માંગલિક પ્રસંગોની શરૂઆત થશે એ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પછી જાહેર થનારી નવી ગાઇડલાઇનમાં મહેમાનોની સંખ્યામાં વધારો કરવાનો સરકાર નિર્ણય જાહેર કરશે. જો કે સરકાર વારંવાર ગાઇડ લાઇન બદલતી હોવાથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હવે 17 જાન્યુઆરી પછી જે પરિવારમાં માંગલિક પ્રસંગો નક્કી થયેલા છે તેવા પરિવારોએ તો પહેલાંથી 100 લોકોની મંજૂરી લઇ લીધી છે, હવે સરકાર કદાચ 200 લોકોને મંજૂરી આપે તો પણ કેટલી માથાકૂટ લોકોએ કરવી પડે.

હવે વાત નિકળી છે તો કમૂરતા વિશે  પણ તમને જાણકારી આપી દઇએ. ભારતીય સંસ્કૃતિમાં કોઇ પણ માંગલિક પ્રસંગો માટે ગુરુ ગ્રહનું ઘણું મોટું મહત્ત્વ છે. જયારે ગુરુ ગ્રહ સૂર્યની નજીક આવે ત્યારે ગુરુની સક્રિયતામાં ઘટાડો થાય છે. આવી અવસ્થામાં કોઇ પણ માંગલિક કામ કરવામાં આવતું નથી. ડિસેમ્બરની 15 તારીખથી કમૂરતા લાગી જાય છે. જે 14 જાન્યુઆરી સુધી રહે છે. મતલબ કે એક મહિના સુધી કોઇ પણ શુભપ્રસંગો થઇ શકતા નથી એવી વર્ષોથી માન્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp